બજેટ બાદ આરબીઆઇનો પણ સામાન્ય લોકોને ઠેંગો

  • આરબીઆઇની નવી ક્રેડિટ પોલિસી જાહેર: વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં

 

 

રિઝર્વ બેક્ધે રેપો રેટને ૪ ટકા અને રિવર્સ રેટને ૩.૩૫ ટકા યથાવત રાખ્યો છે. બજેટ બાદ આરબીઆઇએ પણ લોકોને નિરાશ કર્યા છે. રિઝર્વ બેક્ધ દર બે મહિને દરોને બદલવા અથવા બદલવા અંગે બેઠક કરે છે. તેમાં તેમની ૬ લોકોની ટીમ હોય છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ૨૦૨૧-૨૨ માટે જીડીપીમાં ૧૦.૫%ના ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું છે. એમપીસીની બેઠક બુધવારે ૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.

જાણકારોને પહેલાં આશા હતી કે આરબીઆઇ રેપો રેટમાં કાપ મૂકવાથી બચશે. રેપો રેટનો અર્થ આરબીઆઇ દ્વારા બેક્ધોને આપવામાં આવતી લોન પરનો વ્યાજદર છે. ખાસ વાત એ છે કે એક ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ ૨૦૨૧-૨૨ બાદ આરબીઆઇની આ પ્રથમ બેઠક છે. રિઝર્વ બેક્ધે ગત વર્ષેના ફેબ્રુઆરીથી અત્યારસુધીના રેપો રેટમાં કુલ ૧૧૫ બેસ પોઈન્ટ ઘટાડો કર્યો છે.

આરબીઆઇએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. એટલે કે રેપોરેટ ૪ ટકા અને રિવર્સ રેપોરેટ ૩.૩૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

રિઝર્વ બેક્ધે કહૃાું, ચેક ટ્રંકેશન સિસ્ટમ દરેક બેક્ધોની દરેક બ્રાન્ચમાં લાગુ કરવામાં આવશે. અત્યારે ૧૮,૦૦૦ બ્રાન્ચમાં આ સુવિધા નથી. રિઝર્વ બેક્ધે કહૃાું, લોકોને ડિજિટલ પેમેન્ટ સેવામાં આવતી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે દરેક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક ૨૪*૭ની હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે.

રિઝર્વ બેક્ધે ગવર્નરને કહૃાું કે, અત્યારે બેક્ધ, એનબીએફસી અને નોન-બેક્ધ પ્રીપેડ પેમેન્ટ ઈશ્યુઅર માટે ત્રણ અલગ અલગ લોકપાસની વ્યવસ્થા છે. તે માટે રિઝર્વ બેક્ધે અંદાજે ૨૨ લોકપાલ ઓફિસ બનાવી છે. તે માટે દરેકને એકીકૃત કરીને એક દેશ એક લોકપાલની વ્યવસ્થા કરવામાં આવશે.

રિઝર્વ બેક્ધે આગામી નાણાકીય વર્ષે ૨૦૨૧-૨૨માં જીડીપીમાં ૧૦.૫ ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં એ ૧૧ ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.

રિઝર્વ બેક્ધે કહૃાું રિટેલ મોંઘવારી ૬ ટકા કરતાં ઓછી રહેવાની શક્યતા છે. રિઝર્વ બેક્ધે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં પહેલાં છ મહિનાની રિટેલ મોંઘવારીનો અંદાજ વધારીને ૫થી ૫.૨ ટકા કરી દૃીધો છે. પહેલાં આ ૪.૬થી ૫.૨ ટકા કરવામાં આવ્યો હતો. આરબીઆઇ ગવર્નરે કહૃાું ધીરે ધીરે ઘરોના વેચાણમાં સુધારો થયો છે. તે સાથે જ હવે લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં ફરી રિકવરી થઈ રહી છે. તાજેતરમાં જે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યો છે તેનાથી રોકાણની સ્થિતિમાં સુધારો થયો છે.

શક્તિકાંત દાસે કહૃાું કે, હવે સામાન્ય રોકાણકારોને પણ રિઝર્વ બેક્ધમાં ગિલ્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવામાં આવશે. નાના રોકાણકારો હવે પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી ગવર્નમેન્ટ બોન્ડમાં રોકાણ કરી શકશે.

રિઝર્વ બેક્ધે કહૃાું કે, કેશ રિઝર્વ રેશિયોમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ આગામી બે પેઝમાં વધારીને ૪ ટકા કરવામાં આવશે. માર્ચ ૨૭ સુધી તે ૩.૫ ટકા અને ૨૨ મે સુધી ૪ ટકા થશે. શક્તિકાંત દાસે કહૃાું છે કે, સહકારી બેક્ધોને મજબૂત બનાવવા માટે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવશે. જે સૂચનો આપશે કે આ સેક્ટરને કેવી રીતે મજબૂત કરી શકાય અને તે માટે શું કાયદાકીય ફેરફાર જરૂરી છે.