બજેટ રજૂ કરતા જ નાણાંમંત્રી સીતારમણે નવો રેકોર્ડ બનાવ્યો

નાણા મંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું. તેઓ ત્રીજી વખત બજેટ રજૂ કરી રહૃાા છે. બજેટ રજૂ કરવાની સાથે જ તેમના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ ગયો છે.

નિર્મલા સીતારમણ દેશના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણા મંત્રી છે. આ પહેલા પ્રધાનમંત્રી તરીકે ઈન્દિરા ગાંધી પણ નાણા મંત્રાલય સંભાળી ચુક્યા છે.

નિર્મલા સીતારમણનો જન્મ તમિલનાડુમાં થયો છે અને લગ્ન આંધ્રપ્રદેશમાં થયા છે.૧૯૮૦માં તેમણે જેએનયૂથી એમએ કર્યુ અને પછી ગ્રેટ ફ્રેમવર્કની અંદર ભારત-યૂરોપ ટેક્સટાઈલ વેપાર પર પીએચડી કરી છે. તેમણે લંડનમાં પ્રાઈસવોટર હાઉસકૂપર્સ રિસર્ચમાં કામ કર્યુ. જ્યાંથી  થોડા વર્ષ પછી પતિ સાથે હૈદરાબાદ પરત ફર્યા બાદ એક શાળા અને પબ્લિક પૉલીસી સંસ્થા ખોલી હતી. ૨૦૦૬માં રાષ્ટ્રીય મહિલા આયોગમાં કાર્યકાળ ખતમ થયા પછી તેઓ બીજેપી સાથે જોડાયા હતા.

૨૦૧૪ના લોકસભા ચૂંટણી પહેલા તેણે પ્રવક્તા બનાવી દેવામાં આવ્યા. હિન્દૃી ન જાણવા છતા નિર્મલાએ પોતાની બોલવાની શૈલી દ્વારા પોતાની છાપ છોડી. આ દરમિયાન તે ટીવી પર બીજેપીનો મોટો ચેહરો હતી. મે ૨૦૧૪માં મોદી સરકાર બનતા તેણે વાણિજ્ય રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓ સંરક્ષણ મંત્રી અને બાદમાં નાણા મંત્રી બન્યા હતા.

ચાર સૌથી મોટા બજેટ ભાષણ

૨૦૨૦- ૨ કલાક ૩૯ મિનિટ (નિર્મલા સીતારમણ)

૨૦૧૯- ૨ કલાક ૧૮ મિનિટ (નિર્મલા સીતારમણ)

૨૦૦૩  ૨ કલાક ૧૫ મિનિટ (જસવંત િંસહ)

૨૦૧૪  ૨ કલાક ૧૦ મિનિટ (અરૂણ જેટલી)