બટાટા, ડુંગળી અને તુવેરની દાળની આયાત રોકવા કિસાન સંઘની માંગ

તહેવારો વખતે બટાટા, ડુંગળી અને તુવેરની દાળના ભાવ આકાશને આંબી રહૃાા છે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા તેની આયાતને રોકવા માટે માંગ કરવામાં આવી છે.

કિસાન સંઘનું કહેવું છે કે જો હાલમાં તેની આયાત કરવામાં આવી તો ખેડૂતોને બટાટા, ડુંગળી અને તુવેરની દાળના બજારભાવ નહી મળે. તેઓ આમ પણ લીલા દુકાળનો ભોગ બન્યા છે ત્યારે જો તેની આયાત કરવામાં આવી તો તેઓ માટે આ પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ હશે. ખેડૂતોને કંઈક રાહત તો મળવી જોઈએને. તાજેતરમાં સરકાર દ્વારા ડુંગળીની અને બટાટાની આયાતના પગલે તેના ભાવ ઘટવા માંડ્યા છે.

ખેડૂતો હાલમાં બટાટા, ડુંગળી અને તુવેરની દાળના ઊંચા ભાવનો ફાયદૃો મેળવી રહૃાા છે અને પોતાની ખોટને સરભર કરી રહૃાા છે. ફક્ત વેપારીઓને જ બટાટા, ડુંગળી અને તુવેરની દાળના ઊંચા ભાવનો ફાયદો થઈ રહૃાો છે તેવું નથી.

આમ ખેડૂત હાલમાં કમાઈ રહૃાો છે તો સરકારે પણ આ મોરચે થોડી રાહ જોવી જોઈએ. સરકારે આમ પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ તો મૂક્યો જ છે. તેના લીધે ડુંગળીની નિકાસ કરતાં ખેડૂતોને એક ઝાટકો તો લાગી ચૂક્યો છે, હવે તેની આયાત રોકીને સરકાર તેમને વધુ એક ઝાટકો ન મારે.