બધા ખુશ રહે, જે મારાથી નાખુશ છે તે પણ ખુશ રહે: ધર્મેન્દ્ર

વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહૃાું હતું કે હવે તેઓ તેમને ફોલો કરનારા યુઝર્સના નામ સુદ્ધાં જાણવા લાગ્યા છે. વીડિયોમાં ૮૫ વર્ષીય ધર્મેન્દ્રે ભાવુક થઈને કહૃાું હતું, ’હું તમારા બધાના નામ સુદ્ધાં જાણવા લાગ્યો છું. દુનિયામાં ક્યાં ક્યાંથી, કોના નામથી પ્રેમભર્યા સંદેશા આવે છે. હું તમારી સાથે જોડાઈ ગયો. તમે મારો પરિવાર છો.’

વધુમાં ધર્મેન્દ્રે પોતાના હેટર્સને જવાબ આપતા કહૃાું હતું, ’બધા ખુશ રહે. જે મારાથી નાખુશ છે, તે પણ ખુશ રહે. જે મારામાં ખામીઓ જુએ છે, તે પણ ખુશ રહે. તેમને પણ બહુ બધો પ્રેમ, બહુ બધી દુઆ. હું તમારી સાથે જોડાયેલો રહીશ. હવે તમારી આદત પડી ગઈ છે. તમે ઘણાં બધા પ્રેમાળ છો. જીવનનો અર્થ જ ખુશીથી જીવન જીવવાનો છે. ખુશીથી જીવો, જોશથી રહો. કરનારો તો તે (ભગવાન) છે. તો તેમના સહારે જીવો. લવ યુ.’