બધું સમુ સુરખુ ઉતરે તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોનાની રસી સપ્ટેમ્બર સુધીમાં મળી શકશે : ડો. ભરતભાઇ કાનાબાર

  • કોરોનાની વેક્સીનની રીસર્ચમાં એક ઝળહળતુ આશાનું કિરણ
  • વેક્સીન બનાવવાની રેસમાં સૌથી આગળ આ રસીથી ડબલ પ્રોટેકશન મળે છે તેવુ પ્રાથમિક ટ્રાયલમાં જોવા મળેલ છે

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
વિશ્વમાં આજ સુધીમાં 1 કરોડ 35 લાખ લોકોને સંક્રમિત કરનાર અને 5 લાખ 84 હજાર લોકોના જાન લેનાર કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા અને તેના સામે અસરકારક રસી શોધવા જગતભરના વૈજ્ઞાનીકો લેબોરેટરીમાં દિવસ રાત એક કરી રહયા છે અને દુનિયાની 100 થી વધ્ાુ લેબમાં સંશોધનો શરૂ છે. કોરોનાની અસરકારક રસી બનાવવા હોડ લાગી છે ત્યારે આ રેસમાં સૌથી આગળ ઓક્સફોર્ડ યુનિવર્સીટી દ્વારા તૈયાર કરાયેલ રસી સૌથી મહત્વની ગાય છે બ્રિટનના કેમરીઝ ખાતે હેડક્વાર્ટર ધરાવતી યુકે અને સ્વીડન બંનેની સંયુક્ત ભાગીદારીથી ચાલતી મલ્ટી નેશનલ દવાની કંપની અસ્ટ્રાજેનેકા ઓક્સફોર્ડ યુનિવર્સીટી મુખ્ય સ્પોનસર છે અત્યારે ટ્રાયલના ત્રીજા તબક્કા સુધી પહોંચી ગયેલ છે આ રસીના પ્રથમ તબક્કાના પરિણામો તબીબી વિજ્ઞાનના અતિ વિશ્ર્વાસ પાત્ર જર્નલ લેસન્ટમાં સોમવારે પ્રસિધ્ધ થનાર છે પ્રથમ ફેઇઝમાં સારા પરિણામ મળ્યા છે ઓક્સફફોર્ડ યુનિવર્સીટી દ્વારા બનાવેલ આ રસી જેના ઉપર ટ્રાયલ કરાય તેમા વાયરસ સામે બેવડુ રક્ષણ મળે તે પ્રકારના ફેરફારો નોંધાયા છે. કોરોનાના વાયરસ સામે એન્ટી બોડી ઉત્પન્ન કરવાની સાથે આ રસીથી વાયરસ માટે ઘાતક એવા કીલર ટી સેલ માં પણ વધારો જોવા મળ્યો છે એન્ટી બોડીનું લેવલ તો અમુક સમય બાદ ઘટતુ હોય છે પણ આ ટી કોસો નવા ઉત્પન્ન કરે તો તે લગભગ જિવંત બર્યત રહેતા હોય છે આમ પ્રારંભીક પરિણામો પ્રમાણે આ રસી એ મોટી આશા જન્માવી છે તેના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થશે અને મોટી સંખ્યામાં વોલ્યન્ટર્સ ઉપર આ રસીની અજમાયસ કરવામાં આવશે રીસર્ચ એથીક્સ કમિટિના વડા બેકસાયર ડેવીડ કાર્પેન્ટરના જણાવ્યા મુજબ વેક્સીનના શંસોધકની ટીમ રાઇટ ટ્રેક પર ચાલી રહી છે કોઇ પણ ફાઇનલ તારીખ આપી ન શકે આમા ક્યાક અડચણ પણ ઉભી થઇ શકે પણ અત્યારના સંજોગો પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ થઇ શકે તેવા ટાર્ગેટ સાથે ટીમ કામ કરી રહી છે વેક્સીનનું નામ હાલ CNADO*1 nCov-19 એવુ અટપટુ છે પણ સાદી ભાષામાં ઓક્સફફોર્ડ યુનિ.ની આ વેક્સીન કોરોનાની મહામારીની અંધારી ટનલમાં પ્રવેશેલ પહેલુ પ્રકારનું કિરણ ગણી શકાય.