બધુ જ જાણે છે પણ કંઈ બોલવા તૈયાર નથી

  • અનુરાગ કશ્યપ મામલે પાયલ ઘોષે લીધુ ઈરફાન પઠાણનું નામ

    અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેટલાય દિવસ પહેલા રેપનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે હવે આ મામલામાં ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ પણ જોડાયુ છે. પાયલે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેટલાય ટ્વીટ કર્યા હતા. જેમાં ઈરફાન પઠાણના નામનો પણ ઉલ્લેખ છે. તેણે ટ્વીટ લખ્યુ છે કે, મે તેને એ નથી બતાવ્યુ કે, અનુરાગ કશ્યપે મારો રેપ કર્યો, પણ વાતચીત વિશે મેં ઈરફાન પઠાણ સાથે બધુ શેર કર્યુ છે. તેને આ બાબતે બધી ખબર છે. પણ તે આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી.
    એક સમયે તે મારો સૌથી સારો મિત્ર હોવાનો દાવો કરતો હતો. પાયલે પઠાણ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. પ્રથમ ટ્વીટ કર્યા બાદ પાયલ ઘોષે બે કલાક બાદ ઈરફાન પઠાણ સાથેનો ફોટો શેર કર્યો હતો. તેણે કહૃાુ હતું કે, ઈરફાન પઠાણને ટૈગ કરવાનો એ મતલબ નથી કે, મને તેનામાં કોઈ રસ છે. પણ તે એમાનામાં એક છે. જેને મેં કશ્યપ વિશે બધુ જ શેર કર્યુ છે, ફક્ત રેપવાળી વાત છોડીને. હું જાણુ છું કે,
    તે પોતાના ઈમાન અને વૃદ્ધ મા બાપનો વિશ્વાસ નહીં તોડે. એટલા માટે આશા રાખુ છુ કે, મેં તેની સાથે જે પણ શેર કર્યુ, તેના વિશે તે વાત કરશે. ઘોષે કહૃાુ હતું કે, અમે ફક્ત એક સારા દોસ્ત જ નથી, પણ અમારા પારિવારીક સંબંધો પણ છે. ત્યારે ચાલો જોઈએ કોણ કોણ દોસ્તી નિભાવે છે. ઘોષે સપ્ટેમ્બરમાં કશ્યપ વિરુદ્ધ રેપનો કેસ દાખલ કર્યો છે. આ મમાલે કશ્યપ સાથે પોલીસે ઘણી લાંબી પૂછપરછ પણ કરી છે. કશ્યપે પાયલના તમામ આરોપો પાયાવિહોણા અને ખોટા હોવાના જણાવ્યુ હતું.