અમરેલી, રાજુલા તાલુકાના હિંડોરણા ગામના અશોક દેવશીભાઇ ધાપાએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવાની ડાકસેવક બ્રાન્ચ પોસ્ટમાસ્તરની વિવિધ જગ્યાઓ માટે ધો.10 એસએસસી ઉપર ભરતી બહાર પડેલ હતી.તે ભરતીમાં ઉમેદવારી ફોર્મ ભરી ધો.10ની ખોટી અને બનાવટી માર્કશીટ માર્ચ 2004 ના ઉમેદવારની બનાવી ભરતી બોર્ડમાં ખોટી માહીતી ખરા તરીકે રજુ કરી માર્કશીટ સાચી હોવાની બાંહેધરી આપી ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પોસ્ટમાસ્તર તરીકે નોકરી મેળવી અમરેલી તથા ખાંભા તાલુકાના ભાડ ગામે ગત તા.14/9/21 થી આજ દિન સુધીનો પગાર મેળવી સરકાર સાથે છેતરપીંડી કર્યાની ધારી સબ ડીવીઝન ઇન્સ્પેકટર ઓફ પોસ્ટ ભાવિન દિલીપકુમાર મહેતાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.