બનાસકાંઠામાં ૪ હાથીઓને બિનવારસી છોડી જતા તંત્રમાં દોડધામ

બનાસકાંઠમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમને પણ નવાઈ લાગશે કે ભાઈ આવું તે કોણ કરે અને કેમ કરે. ખેર, કિસ્સો એવો છે કે, બનાસકાંઠમાં આજે ૪ હાથીઓ બિનવારસી મળી આવ્યા હતા. એટલે કે આ ચાર હાથીઓને કોઈ અહીં બિનવારસી છોડી ગયું હતું. હાથીઓ છોડી દેવાયા હોવાની જાણ થતાં તંત્ર દૃોડતું થયું હતું. દુનિયામાં આમ તો રોજે રોજ નવાઈ પમાડતાં અનેક અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતાં હોય છે. તેવામાં જો બનાસકાંઠાના કિસ્સાની વાત કરીએ તો બનાસકાંઠાના પાંથાવાડાના સાતસણ ગામ નજીક ચાર હાથીઓને કોઈ બાંધીને જતી રહૃાું હતું.
હાથીઓને જોતાં ગ્રામજનોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. અને આ મામલે તેઓએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. હાથીઓને બાંધીને જનારાં બુદ્ધિમાન કહેવાતાં માણસોનો સ્વાર્થ તો જૂઓ, તે લોકોએ હાથીઓને તો બાંધી દૃીધા. પણ હાથીઓને ખાવા માટેની કોઈ વ્યવસ્થા કરી ન હતી. જે હાથીએ તેમને વગર સ્વાર્થે સાથ આપ્યો હશે તે જ હાથીઓને ભૂખે રઝળતાં રાખીને અજાણ્યા માણસો ફરાર થઈ ગયા હતા. જો કે ગ્રામજનોએ આ મામલે તંત્રને જાણ કરતાં વન વિભાગની ટીમ પણ તાબડતોડ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
અને હાથીઓને ખાવાની વ્યવસ્થા કરી હતી. હાલ તો વન વિભાગની ટીમ દ્વારા આ ચાર હાથીઓને કબ્જો લઈ લેવાયો છે. અને હાલ વન વિભાગની ટીમ દ્વારા હાથીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે હાથીઓને અહીં કોણ અને શા કારણે છોડી દેવામાં આવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જંગલનો રાજા પણ જેને નતમસ્તક થાય છે તેવાં હાથીઓની આવી દુર્દશા જોઈને માથું શરમથી ઝૂકી જાય છે.