બનાસ ડેરી: શંકર ચૌધરીનો દબદબો યથાવત, તમામ ૧૬ બેઠકો બિનહરીફ થઈ

બનાસ ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરી ફરી એકવાર સર્વેસર્વા રહૃાા છે. તમામ ૧૬ બેઠકો બિનહરીફ થતાં હવે ફરી તેઓ જ ચેરમેન પદે રહેશે. તમામ બેઠકો બિનહરીફ જાહેર થતાં ચેરમેન અને વાઈસ ચેરમેનની પણ સર્વાનુમતે પસંદગી થશે. બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવવા એક સમયે ભાજપના જ દિગ્ગજો સાંસદ પરબતભાઈ પટેલ,પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ અને વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈ સામે પડ્યા હતા. ત્યારે આ દિગ્ગજે જ ફોર્મ પરત ખેંચી અપસેટ સર્જી દીધો છે. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે વાઈસ ચેરમેને પણ ફોર્મ ખેંચીને ડેરીના રાજકારણમાં જ નીકળી ગયા છે.
૨૪ વર્ષથી એક હથ્થુ શાસન ચલાવતા ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળે મંગળવારે ફોર્મ પરત ખેંચતાં તર્કવિર્તક વહેતા થયા છે. ડેરીની ચૂંટણી બિનહરીફ કરવા ઉચ્ચકક્ષાએથી દબાણ થતાં એક પછી એક દિગ્ગજો ફોર્મ પરત ખેંચી રહૃાા છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોઈ ચિત્ર સ્પષ્ટ થશે.પાલનપુરમાંથી ૪, વડગામ ૧ અને દિયોદરમાંથી ૧ ફોર્મ પરત ખેંચાતાં ૧૬ માંથી ૧૧ બેઠકો બિનહરીફ થઇ છે. સોમવારે થરાદ બેઠક પર સાંસદ પરબતભાઇ પટેલ અને ભાભર બેઠક પર સામતભાઈ હેમાભાઇ ચૌધરી સામેના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચતા બંને ઉમેદવારો બિનહરીફ થવા પામ્યા હતા.જે બાદ મંગળવારે પાલનપુરમાંથી ૪, વડગામ ૧ અને દિયોદરમાંથી ૧ ફોર્મ પરત ખેંચાયું હતું. જેમાં પાલનપુરમાંથી લડી રહેલા ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળે પણ મેદાન છોડ્યું છે. જેને લઈ અનેક તર્કવિર્તક વહેતા થયા છે. બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળે જણાવ્યું હતું કે ,૨૪ વર્ષ સુધી બનાસડેરીમાં ચેરમેન પદ સુધી રહૃાો પાંચ વર્ષ શંકરભાઈ સાથે ડિરેક્ટર તરીકે રહૃાો હવે આટલા વર્ષો સુધી ડેરીમાં રહૃાા બાદ આ વખતે મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે. બીજી કોઈ વાત નથી. આ મારો વ્યક્તિગત નિર્ણય છે.
તમામ ૧૬ બેઠકો બિનહરીફ, રાધનપુર  શંકરભાઈ ચૌધરી, સાંતલપુર – રાઘાભાઈ આયર ,સુઈગામ – મુળજીભાઈ પટેલ, ધાનેરા – જોઈતાભાઈ પટેલ, દાંતીવાડા -પરથીભાઈ જે. ચૌધરી, અમીરગઢ -ભાવાજી રબારી, વાવ – રાયમલભાઈ કે. ચૌધરી, દાંતા – દિલીપિંસહ બારડ, લાખણી – ધુડાભાઇ ઉ. ચૌધરી, થરાદ – પરબતભાઇ પટેલ, ભાભર- સામતભાઈ એચ ચૌધરી, દિયોદર- ઈશ્ર્વરભાઈ પટેલ, પાલનપુર- ભરતભાઈ પટેલ, કાંકરેજ- અણદાભાઈ પટેલ, વડગામ- દિનેશભાઈ ભટોળ, ડીસા- રામજીભાઈ ગુંજોર