બફેટ,એપલ,બિલ ગેટ્સ ,ઓબામા સહિતના દિગ્ગજોના ટ્વિટર એકાઉન્ટ હેક

  • ટ્વિટર પર અત્યાર સુધીનો સૌથી મોટો ‘સાયબર અટેક
  • તમામ એકાઉન્ટ્સને હેક કરી બિટકોઈનના પ્રમોશનને લગતો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો, હૈકરોની પોસ્ટમાં એક ના ડબલ કરવાની કરવાની વાત
  1. બિલ ગેટ્સ : માઇક્રોસોટ સહસંસ્થાપક
  2. ઇલોન મસ્ક: ટેસ્લાના સીઇઓ
  3. કાન્યે વેસ્ટ: અમેરિકા રેપર
  4. જો બિડેન: અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
  5. બરાક ઓબામા: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ
  6. બેન્જામિન નેતન્યાહૂ: ઇઝરાયેલના વડાપ્રધાન
  7. વોરેન બફેટ
  8. એપલ
  9. જેફ બેઝો સ: એમેઝોન કો-ફાઉન્ડર

હેકર્સે દૃુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. બુધવારે હેકર્સે જેમાં ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાં તેમાં માઈક્રોસોટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા , ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, ઉપર સહિત અનેક મહત્વના એકાઉન્ટ હેક કરવામાં આવ્યાં છે. એકાઉન્ટ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારના સંદૃેશ પોસ્ટ કરવામાં આવ્યાં છે. સંદૃેશાથી સ્પષ્ટ છે કે ક્રિપ્ટોકરન્સી સ્કેમના હેતુથી જ આવું કરાયું છે. જો કે ટ્વિટ તાબડતોબ ડિલિટ કરી દૃેવામાં આવી હતી. એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસના એકાઉન્ટથી પણ આવા મેસેજ કરાયા.
હેકર્સ તેમના એકાઉન્ટથી ટ્વિટ કરી રહૃાાં છે અને બિટકોઈન માંગી રહૃાાં છે. હેકર્સે માઈક્રોસોટના સહસંસ્થાપક બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને કહૃાું કે ‘દરેક જણ મને પાછા આપવાનું કહી રહૃાાં છે અને હવે સમય આવી ગયો છે. હું આગામી ૩૦ મિનિટ સુધી બીટીસી એડ્રસ પર મોકલવામાં આવેલા તમામ પેમેન્ટને બમણું કરી રહૃાો છું. તમે મને એક હજાર ડોલર મોકલો અને હું તમને બે હજાર ડોલર પાછા મોકલીશ.
એપલના એકાઉન્ટથી લખવામાં આવ્યું કે અમે તમને લોકોને ઘણું બધુ આપવા માંગીએ છીએ. આશા છે કે તમે સપોર્ટ કરશો. તમે જેટલા પણ બિટકોઈન મોકલશો તેને ડબલ કરીને પાછા અપાશે. આ ફક્ટ ૩૦ મિનિટ માટે જ છે.
એલન મસ્કના એકાઉન્ટથી મેસેજ શેર કરાયો કે કોવિડ ૧૯ના કારણે હું લોકોના બિટ કોઈન ડબલ કરી આપું છું. આ બધા સુરક્ષિત છે. અમેરિકાના રાજકારણ સાથે જોડાયેલી અનેક મોટી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટને હેક કરીને પણ આ રીતે મેસેજ કરાયા. જેમાં બરાક ઓબામા અને જો બિડનના નામ સામેલ છે. જો કે પોસ્ટ થયાના ગણતરીની મિનિટોમાં જ જો કે આ ટ્વિટ્સ ડિલિટ થઈ ગઈ છે. હજુ પણ એ જાણ નથી થઈ કે આખરે આટલી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટને કોણે નિશાન બનાવ્યાં છે.
આ સમગ્ર ઘટના બાદ ટ્વિટરે કહૃાું કે અમને ટ્વિટર એકાઉન્ટ હાઈજેક થવાની જાણકારી છે. હાલ અમે આ મામલે તપાસ કરી રહૃાાં છે. આ સાથે જ તેને ઠીક કરવા માટે પગલાં ભરી રહૃાાં છીએ. અમે જલદી બધાને અપડેટ આપીશું. આ બાજુ હકિંગની ઘટના બાદ ટ્વિટરે તરત જ ટ્વિટ અને રિટ્વિટ ફંક્શનને ડિસેબલ કરી નાખ્યું. ટ્વિટરે કહૃાું કે અમે આ મામલે સમીક્ષા કરી રહૃાાં છીએ. જેના કારણે યૂઝર પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ નહીં કરી શકે અને ન તો પાસવર્ડ રિસેટ કરી શકશે.