બરવાળા બાવળમાં ડેમ કે નર્મદાનું પાણી પહોંચતુ નથી

વડિયા,અમરેલી વડિયા તાલુકાનું બરવાળા બાવળ જ્યાં વર્ષો થી ઉનાળા માં પાણી ની ખૂબ હાડમારી.જે છેલ્લા ઘણા વર્ષો થી છે ગમે તેટલો વરસાદ થયો હોય દર વર્ષે ઉનાળા ના 4 મહિના હેરાન ગતિ જ રહે છે ગામ નીચાંણ વિસ્તાર માં હોઈ ગામનો ફરતો વિસ્તાર ટેકરા વાળો હોઈ કોઈ ડેમનું કે નર્મદા નું પાણી ગામ સુધી પહોંચતું નથી…કપડાં ધોવા કે વાપરવા માટે પીવા માટે લોકો ઢોર ના આ અવેડેથી પાણી ભરે છે.પરણેલી સ્ત્રી એમ કહે છે મારા લગ્ન ને 30 વર્ષ થયાં હું આવી ત્યાર ની પાણી ભરી ઘર ચલાવું છે દર વર્ષે ઉનાળો આવે એટલે નેતા રાજકરણી ઓ ભેગા મળી આ પાણી ની પારાયણ ની વાતો થાય અને વરસાદ આવે એટલે ભૂલી જાયહાલ ગામમાં બે બોર છે જેનાથી ગામના બધા નળ કનેકસન માં પાણી આપવામાં આવતું.
હાલ એક કલાક જ બોર માં પાણી આવતું હોય અવેડા ઉપર પાણી આપવામાં આવે અને લોકો ત્યાંથી ભરી જાય હાલ 15 દિવસ થી ગામની મહિલા ઓ વૃદ્ધઓ.વડીલો બધા આ અવેડે થી પાણી ભરે છે આવા કાળઝાળ ઉનાળા માં પાણી માટે વલખા મારતી બહેનો.કપડાં ધોવા અવેડે.ઢોર માટે અવેડે.વાપરવાનું બધું પાણી અવેડેથી જ ભરવાનુંમોટી ઉંમરે પણ ડોસી માં પાણી ભરવા માટે મજબૂર. રેંકડી માં ઠામ મૂકી પાણી ભરી રહ્યા છે. કોઈ કેરબા તો કોઈ સાયકલ લઈ પાણી ભરી રહ્યા છે કોઈ મહિલા ઓ દૂર સુધી જઇ પીવાનું પાણી ડંકી એ થી ભરી આવે છે ગામના અવેડે જ કપડઘોવા માટે ગામની બહેનો મજબુર. અવેડા માં ઢોર પાણી પીવા આવે છે એ અવેડે થી લોકો એ પાણી ભરી જાય છે. આ અવેડા ઉપર પણ દિવસ માં દોઢ કલાક જ પાણી આપવામાં આવે છે સવાર ના 9 થી10.30 સુધી પાણી અવેડામાં આપવામાં આવે છે વર્ષો થી આ ગામનો પાણી ની પ્રશ્ન છે. સરપંચ રવજીભાઈ પાઘડાળ ડાળ જણાવે છે 15 દિવસ માં પાણી નો પ્રશ્ન હલ થઈ જશે કામગીરી ચાલુ છે જેઓ જણાવે છે અમારા ગામની ફરતા ટેકરા આવેલ છે એટલે પાણી નો આ પ્રશ્ન છે પણ હાલ વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાની એ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવલિયા એ મંજુર કરી નજીક ના રાજકોટ જિલ્લા ના અમર નગર ગામે થી પાણી ની લાઇન ની મંજૂરી આપાવી છે અને રૂપિયા 18 લાખ મંજુર કરેલ છે તે લાઇન સાડા 4 કિલોમીટર છે જેનું કામ હાલ શરૂ છે અને 15 દિવસમાં આ પાણી નો પ્રશ્ન હલ થઈ જશે.