અમરેલી, ભાવનગર રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના મુજબ પ્રોહી જુગાર ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃતી કરતા શખ્સો ઉપર વોચ ગોઠવી જે અન્વયે આજરોજ તા.7-6 ના વહેલી સવારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.કે. કરમટાની રાહબરી હેઠળ એલસીબી ટીમે વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરવાળા બાવીશી ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી અલગ અલગ બ્રાન્ડની 45 બોટલ ઇંગ્લીશ દારૂ રૂા.19,080 તથા બીયર ટીન 24 નંગ રૂા.3588 તથા મોબાઇલ એક રૂા.5000 મળી કુલ રૂા.27,668 ના મુદામાલ સાથે ભુપત ભોજભાઇ વાળા, મનિષાબેન શિવરાજભાઇ ધાધલને પકડી પાડયા હતા.