બરોડા ક્રિકેટ ટીમે દિપક હુડ્ડાને સસ્પેન્ડ કર્યો

સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટ્રોફીના પહેલા બરોડા ક્રિકેટ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા વચ્ચે વિવાદ થયો હતો. બંન્ને વચ્ચે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા બંન્ને સીનિયર ખેલાડીઓ વચ્ચે થયેલો ઝગડાનો મામલો બરોડા ક્રિકેટ એસોસિએશન પાસે પહોંચ્યો હતો. હવે આ મુદ્દે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. તેમણે દીપક હુડ્ડાને ટીમમાંથી બહાર કરી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૯ જાન્યુઆરીના દિવસે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે તૈયારી કરી રહેલી બરોડાની ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને ટીમના ઓલરાઉન્ડર દીપક હુડ્ડા વચ્ચે બબાલ થઈ હતી. ટીમની પ્રેક્ટિસ ચાલી રહી હતી ત્યારે આ બન્ને ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ બરોડા ક્રિકેટ એસોસિએશને આ મુદ્દે તપાસ શરૂ કરી હતી. આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલે દીપક હુડ્ડાને આ સીઝનમાટે બહાર કરી દીધો છે. હવે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી શકશે નહીં.