બળાત્કારીઓને જાહેરમાં ફાંસી કે પછી તેમને નપુંસક બનાવી દૃેવા જોઇએ: ઇમરાન ખાન

  • ગુનો કરનારને એવી સજા આપો કે બીજા માટે શીખ બની જાય

    પાકિસ્તાનમાં વિદૃેશી મહિલાની સાથે કારમાં ખેંચીને દૃુષ્કર્મ કર્યાની ઘટનાને લઇ દૃેશ જ નહીં દૃુનિયાભરમાં આલોચના બાદપાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન હરકતમાં આવ્યા છે. તેમણે દૃેશમાં બળાત્કારીઓ અને યૌન દૃુર્વ્યવહાર કરનારની વિરૂદ્ધ જોરદાર કાર્યવાહીનું આહ્વાન કર્યું છે. ઇમરાન ખાને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી કે પછી તેમને રાસાયણિક નસબંધી કરી દૃેવાની ભલામણ કરી દીધી છે.
    ઇમરાન ખાને યૌન દૃુર્વ્યવહાર કરનારાઓનું એક નેશનલ રજીસ્ટર બનાવાનું આહ્વાન કર્યું. પાકિસ્તની પીએમે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહૃાું કે તેમને લાગે છે કે બળાત્કારીઓને તાત્કાલિક રાસાયણિક નસબંધી કરાવાની જરૂર છે. જો આમ ના થાય તો કમ સે કમ બળાત્કારીઓને જબરદસ્તી સર્જી કરાવી દૃેવી જેથી કરીને ભવિષ્યમાં ફરીથી યૌન ગુનાઓ ના કરે.
    ઇમરાને કહૃાું કે બળાત્કાર અને યૌન ગુનાઓને લઇ એક ગ્રેટિંગ સિસ્ટમ બનાવામાં આવે. તેમાં સૌથી ધૃણિત ગુનો કરનાર ગુનેગારને એવો બનાવી દૃેવામાં આવે કે જેથી કરીને તે ફરી ભૂલ ના કરી શકે. તેમણે કહૃાું કે યૌન ગુનો કરનારાઓને એવી સજા આપો કે બીજા માટે શીખ બની જાય. તેમણે બળાત્કારીઓને સરેઆમ ફાંસી આપવાનું આહ્વાન કર્યું. ઇમરાન ખાને કહૃાું કે પ્રશાસન માટે એ શકય નથી કે તે ઠીક-ઠીક ભાળ મેળવી શકે કે દૃેશમાં કેટલાં બળાત્કાર થાય છે.
    આપને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં બાળકોની સામે વિદૃેશી મહિલાની સાથે સામૂહિક બળાત્કારની ઘટના બાદ જબરદસ્ત વિરોધ પ્રદર્શન થઇ રહૃાું છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ પીડિત મહિલાને જ તેના માટે જવાબદાર ગણાવી છે. ત્યારબાદથી લોકોનો ગુસ્સો વધુ ભડકયો. કહેવાય છે કે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૧૫ આરોપીઓની ધરપકડ કરી છે. લાહોર સહિત પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ ઘટનાની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહૃાા છે. કેટલીય જગ્યાએ મહિલાઓએ આઝાદી-આઝાદીના નારા પણ લગાવ્યા.