બાંગ્લાદૃેશની રાજધાની ઢાકામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા ૫૨ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, ઘટના ગુરૂવારની છે પણ શુક્રવારે આ સમાચાર સામે આવ્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ, નારાયણગંજના રૂપગંજમાં આવેલી છ માળની બિલ્ડીંગની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગ અને પોલીસ પહોંચી હતી. ફાયર વિભાગે ૫૨થી વધુ લોકોનાં મૃતદૃેહ પણ બહાર કાઢ્યાં છે.
બચાવ કાર્ય સાથે જોડાયેલાં ડેપ્યુટી ડિરેક્ટર દૃેવાશીષ વર્ધને કહૃાું કે, બિલ્ડીંગના ચોથા માળે જ ૪૯ જેટલાં મૃતદૃેહ કાઢવામાં આવ્યાં છે. જે બાદૃ મૃતકોની સંખ્યા ૫૨ થઈ ગઈ. તેઓએ જણાવ્યું કે, મૃતદૃેહ એટલા બળી ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. જેથી મૃતદૃેહોને તેમના પરિવારજનોને સોંપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ડીએનએ તપાસ કરવાની જરૂરી પડી શકે છે.
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો છે. કહેવાય છે કે, આ બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં જ્વલનશીલ પોલીથીન, ઘી અને અન્ય ચીજવસ્તુઓ હતી. જેના કારણે આગ વિકરાળ બની હતી. ઘટનાના પગલે મૃતકોના પરિવારના લોકોએ ઘટના સ્થળની બહાર ધરણાં કર્યા છે. તો સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસબળને તૈનાત કરવામાં આવ્યું છે.
દૃેવાશીષ વર્ધને કહૃાું કે, હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે દરેક લોર પર ૩૫ હજાર વર્ગફૂટનો વિસ્તાર છે પરંતુ બે જગ્યાએ જ સીઢીઓ છે. જેના કારણે આગ જ્યારે સીઢીઓ પર ફેલાઈ ત્યારે લોકો બહાર નીકળી શક્યાં નહીં અને ત્યાં જ બળીને રાખ થઈ ગયા. દરેક લોર પર નાના નાના રૂમ પણ છે. ધુમાડાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચળ પડી રહી છે.