બાઇડને ટ્રમ્પના નિર્ણયને પલટ્યો: ગ્રીનકાર્ડ પર લગાવેલા પ્રતિબંધોને હટાવ્યા

  • બાઇડને લાખો ભારતીયોને આપી ખાસ ભેટ

 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ડોનાલ્ડ ટ્રમ્પ્નો વધુ એક નિર્ણય પલટાવી નાખ્યો છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતીયોને જ થશે. બાઈડેને ગ્રીન કાર્ડ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કાયદો અમેરિકામાં કાયદેસર પ્રવાહને રોકી રહૃાો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન કોરોના વૈશ્વિક મહામારીનો હવાલો આપતા ગ્રીન કાર્ડ જાહેર કરવા અને ગ્રીન કાર્ડ ધારકોને અમેરિકામાં પ્રવેશતા અટકાવવા પ્રતિબંધ લગાવી દીધો હતો.

અમેરિકામાં સત્તા પરિવર્તન થતાની સાથે જ રાષ્ટ્રપતિ જો બાઈડને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ના એક પછી એક નિર્ણયો પલટાવવાનું શરૂ કરી દીધું છે. હવે બાઈડને ટ્રમ્પ્નો વધુ એક નિર્ણય ઉલટાવતા ગ્રીન કાર્ડ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના મહામારીને લીધે વધી રહેલી બેરોજગારીની સ્થિતિને ધ્યાનમાં રાખી વર્ષ ૨૦૨૦ના અંત ભાગ સુધી ગ્રીન કાર્ડ ઈશ્યુ કરવા પર અંકૂશ મુક્યો હતો, જેને ત્યારબાદ ૩૧ ડિસેમ્બરના રોજ તેમણે આ નિયંત્રણ માર્ચના અંત ભાગ સુધી લંબાવ્યો હતો.

પ્રતિબંધ હટાવતા રાષ્ટ્રપતિ બાઈડને કહૃાું હતું કે, લોકોએ કાનૂની રીતે અમેરિકા આવનાર લોકોને દેશ હિતમાં નથી. તે અમેરિકાના ઉદ્યોગોને પણ અસર કરે છે, જેનું વિશ્વભરના પ્રતિભાશાળી લોકોનો ભાગ છે.

કોઈ પણ દેશમાંથી કામ માટે આવતા લોકોને અમેરિકા ગ્રીન કાર્ડ ઈસ્યુ કરે છે. તેની સમયમયર્દિૃા ૧૦ વર્ષની હોય છે. ત્યારબાદ તેને રિન્યુ કરાવવાનું હોય છે. એક પ્રકારે તે અમેરિકાના પર્મનન્ટ રેસિડેન્સી કાર્ડ છે. તેનો રંગ લીલો હોય છે. આ માટે તેને ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે.

અત્યાર સુધી અમેરિકાના દરેક દેશ માટે ૭ ટકા ક્વોટા નક્કી હતો. અન્ય લોકો વેઈટિંગ લિસ્ટમાં જતા રહેતા હતા. સમય સાથે વેઈટિંગ લિસ્ટ લાંબી થઈ જાય છે. એક અંદાજ પ્રમાણે આશરે ૨૦ લાખ લોકો એવા છે કે જે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઈ રહૃાા છે. નવા કાયદાથી આ લિમિટ હટી જશે. હવે મેરિટના આધારે ગ્રીન કાર્ડ મળશે.