બાઈક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં દંપતિ ખંડીત બન્યુ

 અમરેલી દાદા ભગવાન મંદિર જતા પ્રૌઢ દંપતિને અકસ્માત નડયો
 અકસ્માતમાં પત્નિ નું ઘટના સ્થળે મોત : પતિને ગંભીર ઈજા
અમરેલી,
અમરેલી લીલીયા રોડ બાયપાસ ચોકડી ઉપર અમરેલીના દંપતી બાઈક લઈને દાદા ભગવાન મંદિરે જતા હતા. ત્યારે રસ્તામાં ટ્રકે બાઈકને હડફેટે ચડાવતા દંપતી ખંડીત બન્યુુ હતુ.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અનરેલી લીલીયા રોડ બાયપાસ ચોકડી ઉપર અમરેલીના ભિખુભાઈ મણીભાઈ ટાંક ઉ.વ.48 અને તેના પત્નિ ગીતાબેન ભિખુભાઈ ટાંક ઉ.વ.46 બાઈક લઈને દાદા ભગવાન મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે ટ્રક નં.જી.જે.04 ટી.ટી.6409ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઈથી ટ્રક ચલાવીને બાઈકને હડફેટે લેતા ઘટના સ્થળે પત્નિ ગીતાબેન ભિખુભાઈ ટાંક ઉ.વ.46નું મોત નિપજ્યુ હતુ. જ્યાતે પતિ ભીખુભાઈ મણીભાઈ ટાંક ઉ.વ.48ને ગંભીર ઈજા થતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ઉધો પડીયો હતો.આ બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી બનાવની તપાસ ચલાવી રહેલ છે.