બાઢડા નજીક ત્રિવેણી ડેમમાં ગાબડું પડ્યું

સાવરકુંડલા,
સાવરકુંડલામાં ગત રાત્રી ના ભારે વરસાદ ના કારણે સતત પાણી ની આવક થતા ઓગન નીચે પાંચ ફૂટ નું ગાબડું પડતા ડેમ નું પાણી નદી માં વ્યર્થ વહી રહ્યું છે.આસપાસ ન 10 ગામો ને આ ડેમ ના પાણી ન સંગ્રહ નો મળે છે લાભ.પાંચ ફૂટ નું ગાબડું પડતા સુરજવડી નદી બે કાંઠે આવી.હજુ ગઈ કાલે જ આ ડેમ ઓવર ફ્લો થતા લોકો માં ખુશી વ્યાપી હતી.ડેમ માં ગાબડું પડવા છતાં વહીવટી તંત્ર અજાણ કોઈ અધિકારી ફરક્યું પણ નથી.ડેમ નું ગાબડું તાકીદે રીપેર કરવા માંગ.જાબાળ ના યુવા સરપંચ ભુપેન્દ્ર ખુમાણ પહોંચ્યા ઘટના સ્થળે . સરપંચ ખુમાણ દ્વારા તંત્ર ને જાણ કરાઇ.