- શ્રાવણના પ્રથમ સોમવારે સાવરકુંડલા નજીક ગોઝારો અકસ્માત
- ઝુંપડામાં સુતેલા હેમરાજ સાંખલા પરિવારના 4 સહિત 8 ને કચડી માર્યા
- રાજકોટના વાહન ચાલકની પોલીસે ધડપકડ કરી બે બાળકોને ગંભીર હાલતમાં અમરેલી ખસેડાયા
- પ્રાંત અધિકાારી, મામલતદાર, પોલીસ કાફલો અને મોટી રાત્રે એસપી પણ દોડી ગયા
અમરેલી,
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાજકોટના પ્રવિણ દેવાભાઇ પરમાર ટાટા 909 જી.જે. 18 એચ. 9168 મોડિફાઇન ક્રેન લઇને મહુવા તરફ જતાં હતા ત્યારે મોડિફાઇન ક્રેનનો કાબુ ગુમાવતા ઝુપડામાં ઘુસી જતાં શ્રમીક ગરીબ પરિવારોના 8 લોકો ના મોત થતા અરેરાટી વ્યાપી ગયેલ છે. આ બનાવમાં હેમલાજ સાખલા પરિવારના ચાર સહિત 8 ના મોત નિપજયા હતા. જયારે બે બાળકોને ગંભીર હાલમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતા અહેવાલ પ્રમાણે સાવરકુંડલાથી 10 કિલો મીટર દુર આવેલ બાઢડા ગામથી પસાર થતું રાજકોટના પ્રવિણ દેવાભાઇ પરમાર ટાટા 909 જી.જે. 18 એચ. 9168 મોડિફાઇન ક્રેન લઇને મહુવા તરફ જતાં હતા. ત્યારે ચાલકને સંભવત: ઝોલુ આવી જતાં કાબુ ગુમાવ્યો હતો. અને સુતેલા સરણીયા પરિવારના વ્યકિતઓ ઉપર ફરી જતાં આ ગુજારા અકસ્માતની ઘટનામાં મૃતકોમાં
(1) પુજાબેન ડો/ઓ હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.08, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(2) લક્ષ્મીબેન વા/ઓ હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.30, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(3) શુકનબેન ડો/ઓ હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.13, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(4) હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.37, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(5) નરશીભાઇ વસનભાઇ સાંખલા, ઉ.વ.60, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(6) નવઘણભાઇ વસનભાઇ સાંખલા, ઉ.વ.65, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(7) વિરમભાઇ છગનભાઇ રાઠોડ, ઉ.વ.35, રહે.બગસરા જેતપુર રોડ, જી.અમરેલી
(8) લાલાભાઇ ઉર્ફે દાદુભાઇ ડાયાભાઇ રાઠોડ, ઉ.વ.20, રહે.બગસરા, જી.અમરેલી
ઇજા પામનાર:-
(1) ગીલી સ/ઓ હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.07, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(2) લાલો સ/ઓ હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.03, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને મૃતકોને પીએમ માટે પણ અમરેલી ખસેડવામાં આવેલ. આ અકસ્માતની જાણ થતા મામલતદાર શ્રી દેસાઇ, સાવકુંડલા ટાઉન અને તાલુકા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ અને તાલુકા પંચાયતના ટીડીઓ અને સ્ટાફ દોડી જઇ તુરંત વ્યવસ્થા કરી હતી. આ બનાવમાં પોલીસએ અકસ્માત સર્જનાર વાહનના ચાલકીની પણ અટકાયાત કરી છે. મૃત્યુ પામેલ 8 વ્યકિતઓ તથા ઇજા પામેલ બે વ્યકિતઓ મળી કુલ 10 વ્યકિતઓને સાવરકુંડલા, વિજપડી, ખાંભા, રાજુલા, બગસરા, ચલાલા સહિતની 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાય પણ અકસ્માતના ઘટના સ્થળની મુલાકાત કરી હતી.