બાબરકોટનાં કિશોરનો મૃતદેહ ખેરાથી મળ્યો

રાજુલા,
જાફરાબાદના બાબરકોટ મુકામે થી ગત મોડી રાત્રે એક બાળકની લાશ મળી આવી હતી જાણવા મળતી વિગત મુજબ બે દિવસ અગાઉ બાબરકોટ મુકામે થી 11 વર્ષનો બળદેવ સાખટ નામનો બાળક પ્રાપ્ત થયો હતો જે દરિયાકાંઠે તેની મોડી રાત સુધી શોધખોળ ચાલી હતી પરંતુ આ બાળક ક્યાંથી મળી આવેલ ન હતો બાદમાં આ શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી પરંતુ બે દિવસથી બાળકનો પત્તો લાગવામાં નિષ્ફળતા મળી હતી આજે રાજુલા તાલુકાના કેરા મુકામે આવેલી દરિયાઈ ખાડીમાં બાળકની લાશ મળી આવી હતી અને બાળકને મળેલી લાશને પીએમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જા ડોકટર દ્વારા પી.એમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બાળક બે દિવસથી લાપતા હતો અને ઠેઠ બાબરકોટ થી લઇ અને ખેરા સુધી લાશ પાણીમાં તરતી તરતી ઠરાવ બુક આવી પહોંચેલી જ્યાં લોકોને જાણ થતાં પૂર્વે હીરાભાઈ સોલંકી ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બેટ તોડી બહાર કાઢી હતી અને બાદમાં પીએમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી 11 વર્ષના બાળક લાપતા થયા બાદ તેના પરિવાર બે દિવસથી શોધ પણ કરતું હતું આખરે આ બાળક મળી આવતાં પરિવાર ઉપર વજ્રાઘાત જોવા મળ્યો હતો અને નાનકડા એવા બાબરકોટ ગામમાં ગમગીની વ્યાપી જવા પામી હતી. સાખટ બળદેવ જગુ ભાઈ ગુમ થયેલ બાબરકોટ નો બાળક મળી આવ્યો હતો