બાબરકોટ ગામનો 11 વર્ષીય બાળક દરિયામાં ડૂબી જતા શોધખોળ શરૂ કરાઇ

રાજુલા, જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામ ની ઘટના અહી રેહતા બળદેવ જગુભાઈ સાંખટ વર્ષ 11 રે બાબરકોટ ભર બપોરે ઘરે થી નીકળ્યા બાદ દરિયા મા નાહવા પડ્યા હોવાની વાત સામે આવતા સ્થાનિક લોકો એ પોલીસ અને પૂર્વ સંચદીય સચિવ હીરાભાઈ સોલંકી સહિત આગેવાનો પણ દોડી ગયા અને સ્થાનિક લોકો સાથે મળી શોધખોળ હાથ ધરી હતી પરંતુ નહિ મળતા પરિવારજનો મા ભારે ચિંતા જોવા મળી રહી છે જ્યારે સમગ્ર દરિયા કાંઠે રેહતા લોકો ને જાણ કરી દેવાય છે કલાકો સુધી લોકો દ્વારા અહીં શોધખોળ કરાય હતી પરંતુ બાળક ની ભાળ નહી મળતા પૂર્વ સંચદીય સચિવ હીરાભાઈ સોલંકી એ પણ ચિંતા વ્યક્ત કરી હતી