રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં હાહાકાર મચાવનાર સિંહણના ભયાનક દ્રશ્યો આવ્યા સામે બાબરકોટ ગામથી દુર દરિયા કાંઠે જેટી વિસ્તારમાં સિંહણનો આતંક વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા અહીં સિંહણ હુમલો કરી આંટાફેરા કરી રહી છે 6 જેટલા લોકો ઉપર અત્યાર સુધીમાં હુમલો કર્યો છે સિંહણ દરિયા કાંઠે પોહચી ફરી માઇન્સ વિસ્તારમાં સતત આંટાફેરા કરી રહી છે દરિયા કાંઠે અવર જવર કરી રહી છે ત્યાં પાર્ક કરેલા બાઇકોને બચકા ભરી રહી છે માનસિક રીતે અસ્થિર મગજની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે બાઇકને રીતસર બચકા ભરી પાડી દીધું હતું
સિંહણએ દરિયામાં પણ જંપલાવ્યું
સિંહણ એટલી બધી આક્રમણ બની છે જેના કારણે રોષ ઠાલવી રહી છે જે સામે મળે તેને રોષ ઠાલવી રહી છે સિંહણ દરિયામાં ચાલીને જય રહી હોય તેવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે આ દ્રશ્યો 17 તારીખના હોવાનું સામે આવ્યું છે જ્યારે આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે અને રાજ્યના વનમંત્રી કીરીટ સિંહ રાણા સુધી મામલો પોહચ્યો જેના કારણે સરકાર દ્વારા આદેશ આપ્યા છે તાકીદે સિંહણને પાંજરે પૂરો
સરકારના આદેશ બાદ 108ની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી
રાજય સરકારના આદેશ બાદ અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ વનવિભાગને જરૂરી સૂચના આપી દેવાય છે મોડી રાતે સિંહણને પકડવા મેગા ઓપરેશન પાર પાડી દીધા બાદ વનવિભાગની એમ્બ્યુલન્સ મારફતે બાબરકોટ આસપાસ નર્મદા સીમેન્ટ કંપની વિસ્તારમાં માઈક મારફતે સિંહણ અસ્થિર મગજની હોવાનું જાહેરાત કરી લોકોએ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી સિંહણ ગમે ત્યારે હુમલો કરી શકે છે આ પ્રકારની જાહેરાત કરી દીધી છે
મધ રાતે મેગા ઓપરેશન સફળ રહ્યું
24 કલાકથી વનવિભાગનું મેગા ઓપરેશન ચાલતું હતું જેમાં પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ.જયન પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા ધારી,ખાંભા તુલસીશ્યામ,સાસણ સહિત મોટાભાગની રેન્જના ગીર અને રેવન્યુ વિસ્તારની ટીમો બોલાવી હતી અને મેગા ઓપરેશન રાતે 3 વાગે સફળ પાર પાડતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છેજૂનાગઢ સીસીએફ ડો.આરાધના સાહુ એ કહ્યું 6 લોકોના હુમલા બાદ ટ્રાસ્કયુલાઇજ કરી બે ભાન બનાવી પકડી માઇન્સ વિસ્તાર અને ગાંડા બાવળોના કારણે વનવિભાગને ખૂબ મુશ્કેલી પડતી હતી સિંહણ ઘણા ટાઇમથી માનવ વસાહતમાં રહેતી હતી પરંતુ હુમલો કેમ કર્યો તેની તપાસ કરવામા આવશે આવી રીતે તેમને બીમારી હડકવા હોય શકે અથવા તો સિંહણએ જે રીતે બાઇક ઉપર હુમલા કર્યા છે એટલે કોઈએ બાઇક પાછળ દોડાવ્યું હોય અથવા હેરાન પજવણી કરી હોય ત્યારે પણ આવું બનતું હોય છે હાલ તેના સેમ્પલ લેવા માટેની કાર્યવાહી ચાલુ છે સેમ્પલના રિપોટ બાદ સાચું કહી શકાય.