બાબરાથી વાસાવડ ગામે ઉર્ષમા ભીક્ષાવૃતિ માટે જતા છકડો રીક્ષાને હડફેટે લેતા દંપતિ ખંડિત

અમરેલી,
બાબરાના ચમારડી અને વાવડી વચ્ચે ગઈકાલે છકડો રીક્ષાને હડફેટે લેતા વાસાવડ ઉર્ષમા ભીક્ષાવૃતિ મતાટે જઈ રહેલા સાવરકુંડલાના ફકીર દંપતિ અને ભત્રીજાને ઈજાઓ થઈ હતી. જેમા કાકી અને ભત્રીજાને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવેલ. જયા કાકીનું મૃત્યું નિપજયું હતુ આ બનાવની પોલિસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર સાવરકુંડલા મણીનગરમા રહેતા રફીકશા ફકીરશા રફાઈ ઉ.વ. 38 અને તેના પત્નિ નજુબેન રફીકશા રફાઈ ઉ.વ.35 અને ભત્રીજો સમીરશા હબીબશા રફાઈ ઉ.વ. 16 ગઈકાલે સવારે બાબરા ભીક્ષાવૃતિ માટે ગયા હતાત્યાથી વાસાવડમા ઉર્ષ હોવાથી છકડો રીક્ષામા બેઠા હતા અને ચમારડી અને વાવડી વચ્ચે પહોંચતા ટ્રકે ઠોકર મારતા રીક્ષા પલ્ટી મારી જતા ફકીર દંપતિ અને ભત્રીજાને તેમજ ચાલકને ઈજાઓ થતા પ્રથમ સાવરકુંડલા હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. અને ત્યાથી નજુબેન અને ભત્રીજા સમીર શાહને રાજકોટ સીવીલમા દાખલ કરવામા આવ્યા હતા. જયા રાત્રિના નજુબેનનુન મૃત્યું નિપજેલ .