બાબરાનાં કોટડાપીઠા સ્ટેટ હાઇવે પર પડેલ ગાબડા બુરવાનું કામ શરૂ

  • તાજેતરનાં ભારે વરસાદને કારણે ધોવાણ થતાં
  • ભારે વરસાદને કારણે હાઇવે ઉપર ઠેર ઠેર ગાબડા પડી જતા મુશ્કેલી ઉભી થઇ હતી

કોટડાપીઠા,
બાબરાના કોટડાપીઠા સ્ટેટ હાઇવે પર પડેલ ગાબડા બુરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે બાબરા તાલુકાના કોટડાપીઠાથી શરૂ થતા રાજકોટ, ભાવનગર સ્ટેટ હાઇવે રોડમાં ચોમાસા દરમિયાન પડેલ ભારે વરસાદથી ઠેર ઠેર રોડમાં ગાબડા પડયા ઉપરાંત રોડનું ધોવાણ થયેલુ તેથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન હતા તે દરમિયાન તંત્ર દ્વારા ગાબડા બુરવાનું કામ શરૂ થતા વાહનચાલકો અને રાહદારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.