બાબરાનાં ખાનપરમાં પુર સરંક્ષણ દિવાલ માટે રૂપીયા 11 લાખ અપાતા કામ શરૂ

બાબરા તાલુકાના છેવાડાનું ગામ ખાનપર જેમાં વર્ષો જુનો પ્રશ્ર્ન પુર સંરક્ષણ દિવાલનો હતો જે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન પી.કોઠીવાળ દ્વારા 11 લાખ રૂપીયા મંજુર કરાવતા આજરોજ કામનું શુભારંભ પ્રતાપભાઇ ડી. કોઠીવાળના હસ્તે કરવામાં આવ્યુ .જેમાં ખાણપર ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી તથા ગામના આગેવાનો તેમજ સિંચાઇ ખાતાના અધિકારીઓ હાજર રહયા હતા અગત્યનો પ્રશ્ર્ન હલ થતા ગામ લોકોમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી.