બાબરાનાં ગરણીધામમાં પૂ.દેશળપીર બાપાની પુણ્યતિથિ ભાવભેર ઉજવાશે

બાબરા,
બાબરા તાલુકાના ગરણી ગામે સંતશ્રી દેશળપીર બાપાની પુણ્યતિથિ આગામી તા 23-9ને શુક્રવારના રોજ ઉમંગભેર ઉજવાશે સંતશ્રી દેશળપીર બાપુએ સૌરાષ્ટ્રના બાબરા તાલુકાના ગરણી ગામે પોતે મળમૂત્રનો ત્યાગ કરી એક આસન ઉપર બારવર્ષને છ માસ ભજન કરીને તપોભૂમિ ગરણી ગામે બનાવી ભજન-ધ્યાન-ભક્તિની સાધના કરીને જીવન મુક્તિના માર્ગો ચિધ્યા છે પૂ. દેશળપીર બાપા મચ્છોયા આહીર કુળ મેતા શાખામાં અવતરણ પામી સમસ્ત આહીર સમાજને ઉજ્જવળ કર્યો છે પૂ સંતશ્રી દેશળપીર બાપાએ ચેતન સમાધી લીધા બાદ ગુરૂનાગાદીના પાછળની (કાચું ભીતડું)અર્ધી ભીત પાડતા અર્ધાભાગમાં લોહીની ધારાઓ છૂટી તે દર્શનીય કાચી ભીત હજુ ગરણી જગ્યામાં હયાત છે આવી આજના યુગની સુપ્રસિધ્ધ જગ્યાના મહાપુરુષ મહાત્મા પરમ પૂ. સંતશ્રી દેશળપીર બાપાની પુણ્યતિથિ ગરણીધામના મહંત શ્રી ચતુરદાબાપુ દેશાણી રસિકદાસબાપુ દેશાણી અને સેવક દ્વારા વિષેશ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજન,ભોજન અને ભક્તિની ત્રિવેણી સંગમ વચ્ચે વહેલી સવારે મહા આરતી ધ્વજારોહણ બપોરે ભોજન પ્રસાદ તેમજ રાત્રીના ગરણીધામના પટાંગણમાં ભવ્ય સંતવાણીના આરાધક શ્રી દલસુખભાઈ પ્રજાપતિ મુકેશભાઈ બારોટ મીરાબેન આહીર પ્રભુદાસબાપુ દેશાણી સ્ટેજ સંચાલક શ્રી દેવદાનભાઈ ગઢવી સહીતના કલાકારો ઉપસ્થિત રહેશે ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગરણીધામ દેશાણી પરિવાર સંત સમાજ અને સેવકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી