બાબરાનાં ગળકોટડીમાં ખુનનાં પ્રયાસમાં પાંચને 10 વર્ષની જેલ

અમરેલી,બાબરા તાલુકાનાં ગળકોટડી ગામે રહેતા કુંભાભાઇ વિજાભાઇ હાડગરડા તા.21-12-20નાં સવારે હાજતે જતા હતા ત્યારે તેજ ગામનાં વનરાજ દેવકુભાઇ, બાલા ઉર્ફે હિરેન વિક્રમભાઇ, વિક્રમ મેરામભાઇ, કેવલ મનુભાઇ, કિશન વજુભાઇ ખુંગલાએ બાઇક ઉપર આવીને તુ તારા ઢોર કેમ રોડ ઉપર ચલાવે છે તેવુ જણાવી બોલાચાલી કરી પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરતા પ્રથમ બાબરા અને વધ્ાુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને આ બનાવ અંગે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ. ઉપરોક્ત કેસ અમરેલી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા પીપી મમતાબેન આર ત્રીવેદીની ધારદાર દલીલોને ધ્યાને લઇ વનરાજ દેવકુભાઇ, બાલા ઉર્ફે હિરેન વિક્રમભાઇ, વિક્રમ મેરામભાઇ, કેવલ મનુભાઇ, કિશન વજુભાઇ ખુંગલાને 307માં 10 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂા.15 હજાર દંડ તેમજ જુદી જુદી કલમોમાં જુદી જુદી સજાઓ સાથે કુલ રૂા.1,37,500નો દંડ મેજીસ્ટ્રેટ આરટી વચ્છાણીએ ફટકારેલ અને ફરિયાદીને ચેકથી રકમ ચુકવી આપવા હુકમ કર્યો હતો.