બાબરાનાં જીઆઈડીસી-2 માંથી અમરેલી એલસીબીએ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાંથી દારૂની બદિ દુર કરવા અમરેલી એલસીબીના પી.આઈ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એ એસ આઈ જાવેદભાઈ ચૌહાણ, હે.કોન્સ.નિકુલસિંહ રાઠોડ, મનિષભાઈ જાની તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા દ્વારા બાબરા જી.આઈ.ડી.સી-2 માંથી મેકડોવેલ્સ 324 બોટલ, રૂ.86,184 ના મુદામાલ સાથે અમિત ઉર્ફે મામુ ગોરધનભાઈ ખોખરીયાને ઝડપી પાડ્યો હતો.