બાબરાનાં તાઇવદર વાડીમાં જુગાર રમતા સાત ઝડપાયાં

અમરેલી,બાબરા તાલુકાના તાઇવદર ગામે સોમાભાઇ બાવકાભાઇ સોસાની વાડીના ઝુંપડા પાસે લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક ઇસમો જાહેરમાં તીન-પત્તીનો પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરીનાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સાત ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે સોમાભાઇ બાવકાભાઇ સોસા, ઉ.વ.45, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી, હનીફભાઇ સોરાબભાઇ જલવાણી, ઉ.વ.32, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી, નિલેષભાઇ બાઘાભાઇ ડાંગર, ઉ.વ.37, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી,બશીરભાઇ હબીબભાઇ જલવાણી, ઉ.વ.23, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી, તાજખા સાકરખા જલવાણી, ઉ.વ.54, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી, જમીયતખાન આરબખાન જલવાણી, ઉ.વ.62, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલીને પકડી પાડી રોકડા રૂ.11,220/- તથા ગંજીપત્તાના પાના નંગ-52, કિં.રૂ.00/- મળી કુલ કિં.રૂ.11,220/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી, માસ્ક નહીં પહેરી, કરફ્યુ સમય દરમ્યાન બિનજરૂરી ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેરનામા ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.