બાબરાનાં દરેડમાં લૂંટ કેસમાં સાતને અંતિમ શ્ર્વાસ સુધીની સજા

અમરેલી,

2019ની સાલમાં બાબરાના દરેડ ગામે લુંટ ચલાવનારી બાવલી ગેંગના ચંદુ લખુભાઇ જીલીયા, કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાઘેલા, ફલજી જીલુભાઇ સાઢમીયા રહે.દુદેલીસી તા.ચોટીલા, વિસુ ઉર્ફે નનુભાઇ ચંદુભાઇ જીલીયા રહે.લાઠીદડ, ઉજીબેન ઉર્ફે બાવલી ચંદુભાઇ જીલીયા,રાજ મહેન્દ્રભાઇ રાજપુરા, શરદ મોહનભાઇ રાજપુરા રહે.શીહોરવાળાને અમરેલીની સેશન્સ કોર્ટે જીવે ત્યા સુધીની આજીવન કારાવાસની સજા ફટકારી છે.આ બનાવની વિગત એવી છે કે, ગઇ તા.09/06/2019 નાં રોજ દરેડ ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેનાં પત્ની જાનુબેન એ રીતેનાં રાત્રીનાં સમયે વાડીએ સુતેલા હોય, તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ વાડીમા પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા, કુહાડી, વતી જીવલેણ ગંભીર ઇજાઓ કરી તેઓએ પહેરલ સોના-ચાંદીનાદાગીના તથા મોબાઇલ ફોન નંગ-2 મળી કુલ મુદામાલ કિ.રૂા.1,52,500/- ની લુંટ કરી ખાટલા સાથે બાંઘી રૂમનો દરવાજો બહારથી બંઘ કરી લૂંટ કરી નાશી ગયેલ હતા આ બનાવમાં રાજકોટ મધ્ાુરમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા બાબરાના સેકન્ડ પીએસઆઇ આર.ડી.ગોસાઇ સમક્ષ મહેશભાઇ ડાયાભાઇ શીરોડીયાએ ફરિયાદ નોંધાવતા માર મારી દાગીનાની લુંટ ચલાવ્યાનો બાબરા પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયેલ હતો જેમાં ચંદુભાઇ લખુભાઇ જીલીયા રહે.લાઠીદડ ઓળખાય નહી તે માટે પુરુષના કપડા પહેરી લુંટમાં જતી ઉજીબેન ઉર્ફે બાવલી ચંદુભાઇ વાઘેલા, વિશુ ઉર્ફે નનુ ચંદુભાઇ લખુભાઇ જીલીયા, ફલજી જીલુભાઇ સાઢમીયા,કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાઘેલા સહિત 9ને અમરેલીના તત્કાલીન એસપી શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી ના તત્કાલીેન પો.સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટાની ટીમે ગુજરાતભરને ધમરોળતી આ બાવલી ગેંગનો પર્દાફાશ કરી 7 (સાત) હત્યા તથા અન્ય લુંટનાં ગુન્હાનો ભેદ ઉકેલી ગુજરાત પોલીસમાં અતી મહત્વનું ડીટેકશન કરેલ હતુ.આ ગેંગ સામે દરેડ ગામે થયેલી લુંટનો કેસ કેસ અમરેલી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ જજ એમ.જે.પરાસર દ્વારા જિલ્લા સરકારી વકીલશ્રી મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલો અને તપાસ બાદ આરોપી ચંદુ લખુભાઇ જીલીયા, કિશન ઉર્ફે ખીમો બટુકભાઇ વાઘેલા, ફલજી જીલુભાઇ સાઢમીયા, વિસુ ઉર્ફે નનુ ચંદુભાઇ જીલીયા, ઉજીબેન ઉર્ફે બાવલી ચંદુભાઇ જીલીયાને આઇપીસી 395 સાથે વાંચતા કલમ 34 માં આજીવન કેદ અને પ્રત્યેકને રૂા.10 હજારનો દંડ, 397 સાથે વાંચતા કલમ 34 માં 7 વર્ષની કેદની સજા અને પ્રત્યેકને 10 હજારનો દંડ, કલમ 458 સાથે વાંચતા કલમ 34 માં 10 વર્ષની કેદ અને પ્રત્યેકને 10 હજારનો દંડ, કલમ 347, 394, 1 20(બી)માં અલગથી સજા અને પ્રત્યેકને રૂા.10 હજારનો દંડ ફટકારેલ છે.જયારે ચોરી-લુંટનો માલ રાખનાર આરોપી રાજ મહેન્દ્રભાઇ રાજપુરા અને શરદ મોહનભાઇ રાજપુરાને આઇપીસી 413 માં આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂા.25 હજારનો દંડ ફટકારેલ .