બાબરાનાં ધરાઇ આંગણવાડી અને બાજુનાં ખેતરમાં તસ્કરો ત્રાટક્યાં

અમરેલી,

બાબરા તાલુકાનાં ધરાઇ ગામે આવેલ આંગણવાડીમાં તા.21-10નાં બપોરનાં 3 થી તા.23-10 સુધીમાં કોઇ પણ સમયે આંગણવાડીનાં રૂમ તેમજ રસોડાનાં દરવાજા તોડી ગેસ રીફીલ બે,સ્ટીલનો અને એલ્યુમીનીયમનો ડબ્બો, રસોઇનો સામાન, તેલ, ચણા 34 પાઉચ, તુવેર દાળ 12 પેકેટ તેમજ બાજુની વાડીમાંથી સનેડાની બેટરી, લોખંડની રાપ, લોખંડનાં દાતા મળી કુલ રૂા.22,990ની ચોરી કરી ગયાની રક્ષાબેન ચંદુલાલ ભટ્ટે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ .