બાબરાનાં નાનીકુંડળમાં પવનચક્કીએ બે મોરનો ભોગ લીધો

  • પવનચક્કીનાં વિદ્યુત વાયરનાં શોકથી એક માદા અને એક નર મોરનું મોત નિપજ્યું
  • પ્રકૃતિ પ્રેમીઓમાં ગમગીની વ્યાપી

બાબરા તાલુકા ના રાણપર નડાળા ગરણી પાનસડા સહિત નાનીકુંડલ સહિત ના વિસ્તાર મારાષ્ટ્રીય પક્ષી મોર ની આબાદી નો મોટી માત્રા માં વસવાટ છે. આ વિસ્તાર માં જુદી જુદી ખાનગી માલિકી ના પવનચક્કી યુનિટો ના વીજ પ્રવાહ ના વાયરો અને પોલ ઉભા હોવાથી અનેક વખત નિર્દોષ પક્ષીઓ ના મોત થાય છેઆજ રોજ નાનીકુંડલ ગામ થી રાખોડીયા તળાવ તરફ જવા ના રસ્તા ઉપર આવેલ ગામેચા કંપની ના યુનિટ માંથી નીકળતા વીજ લાઈન ઉપર એક અને નીચે પડેલ માદા અને પોલ ઉપર નર રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલત માં પડ્યા હોવાનું શિમ વિસ્તાર ના શ્રમિક ના ધ્યાને આવતા ફોરેસ્ટ વિભાગ માં જાણ કરવા માં આવી હતી. ફોરેસ્ટ વિભાગ ના જણાવ્યા મુજબ ગ્રામ્ય જાણકારી મુજબ ખાનગી કંપની ના વીજપોલ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોર અને માદા ઢેલ ના મૃત દેહ હોવાથી ટિમ દ્વારા રેસ્ક્યુ કરી મૃત દેહ નો કબજો લેવા માં આવ્યો છે. અને ખાનગી માલિકી ની કંપની દ્વારા બર્ડ ટી ગાર્ડ લગાડેલા નહિ હોવા અંગે નોટિસ આપવા કામગીરી કરવા માં આવશે. અકસ્માત મોત અંગે વિધિવત તપાસ કરી વેટનરી તબીબ પાસે પીએમ કરી આગળ ની કાર્યવાહી કરવા માં આવશે. અવારનવાર પશુ પક્ષી મોત ને ભેટી રહ્યા છે પવનચકી યુનિટોની બેદરકારી ના કારણે બનાવ બનતા હોવાથી તંત્ર નક્કર કામગીરી કરે તેવી માંગ જીવદયા પ્રેમી પરિવાર ના ગજેન્દ્ર શેખવા દ્વારા ઉઠાવવા માં આવી છે. તેમ દિલીપ ભાલીયાએ જણાવ્યું છે.