બાબરાનાં પત્રકાર દિપક કનૈયાની ભાજપ ઉપપ્રમુખ પદે વરણી

  • શ્રી કનૈયાની વરણીને આવકાર : અભિનંદનની વર્ષા

બાબરા,
બાબરા ના આગેવાન અને પત્રકાર શ્રી દિપક કનૈયા ની બાબરા ભાજપ ના ઉપપ્રમુખ તરીકે વરણી થી મિત્ર વર્તુળ માં ખુશાલી.સમગ્ર અમરેલી જિલ્લા માથી અભિનંદન ની થઈ રહેલ વર્ષા.નાના કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર શ્રી દિપક ભાઈ કનૈયા ની અમરેલી જિલ્લા ભાજપ દ્વારા બાબરા શહેર ભાજપ ના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી દિપક ભાઈ માં રહેલી ક્ષમતા પુરવાર થઈ છે.બાબરા સહિત અમરેલી જિલ્લા માં બહોળુ મીત્ર વર્તુળ ધરાછે અને લોકપ્રિયતા સાથે અગ્રેસર રહ્યાં છે.