બાબરાનાં પાનસડામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો

અમરેલી,બાબરા તાલુકાનાં પાનસડા ગામે ભૌતિકભાઇ છગનભાઇ વઘાસીયા ઉ.વ.20ની વેરાઇ મોબાઇલ નામની દુકાનમાંથી તા.14-1નાં રાત્રીનાં કોઇ અજાણ્યા શખ્સોએ દુકાનમાં મારેલ સાંકળ તોડી દુકાનમાંથી ત્રણ મોબાઇલ રૂા.11 હજારનાં ચોરી કરી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આરોપીઓને પકડી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માર્ગદર્શ આપેલ. અમરેલી એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇ આરકે કરમટા, પીએસઆઇ પીએ મોરી તથા એલસીબી ટીમ દ્વારા ચોક્કસ બાતમી મેળવી બાબરા રાજકોટ રોડ ઉપરથી ચોરીનાં મોબાઇલ ફોન સાથે નાનકીયા ધગડીયાભાઇ અજનાર રે.પાનસડા, અનીલ જીલુભાઇ સોલંકી, ખુમસિંહ રતનસિંહ નિંગવાલ રે.પાનસડા વાળાને મોબાઇલ ફોન 12 રૂા.34 હજાર, ચાર ચાર્જર રૂા.400 હેન્ડ્સફ્રી નંગ.2 રૂા.200 તથા મોટરસાયકલ એક રૂા.25 હજારનું મળી કુલ રૂા.59,600નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં.