- રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહનો તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.86,820 નો મુદ્દામાલ કબ્જે
અમરેલી,
બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાં આવેલ મોહનભાઇ સવજીભાઇ રોજાસરા, રહે.લાલકા, તા.બાબરા વાળાની વાડીના શેઢા પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે કેટલાક ઇસમો ગંજી-પતાના પાના વડે પૈસાથી હારજીતનો તીન-પત્તીનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરીની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં, કુલ આઠ શખ્સો જેમાં અજયભાઇ વિઠ્ઠલભાઇ કોકીયા, રહે.શીવરાજપુર, વિપુલભાઇ મોહનભાઇ રોજાસરા, રહે.લાલકા, અરવિંદભાઇ સોમાભાઇ શિયાળ,રહે.લાલકા, પ્રવિણભાઇ ગોકળભાઇ જાદવ, રહે.લાલકા, જસાભાઇ વાલાભાઇ બેરાણી, રહે.લાલકા, વિશાલભાઇ વલ્લભભાઇ ઝાપડીયા, રહે.શીવરાજપુર, ભુપેન્દ્રભાઇ કાબાભાઇ મુલાણી, રહે.શીવરાજપુર, મુકેશભાઇ વલ્લભભાઇ ઝાપડીયા,રહે.શીવરાજપુરને રોકડા રૂ.21,820/- તથા ગંજીપત્તાના પાના નંગ-52, કિ.રૂા.00/00 તથા મોબાઇલ ફોન નંગ-05, કિં.રૂ.30,000/- તથા મોટર સાયકલ નંગ-02, કિ.રૂા.35,000/- મળી કુલ કિં.રૂા.86,820/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે