બાબરાના ઈસાપરમાં રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો

અમરેલી,
બાબરા તાલુકાના ઈસાપર ગામે તા.27/12 ના મોડી રાત્રિના કોઈ તસ્કરોએ મકાનના રૂમના દરવાજાનું તાળુ કોઈ સાધનો વડે તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં પડેલ અનાજ ભરવાની લોખંડની કોઠીમાં રાખેલા રોકડ રૂ/-1,75,000 ની ચોરી કરી ગયાની ગોવિંદભાઈ ભવાનજીભાઈ સાલંકીએ બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.