બાબરાના ઉંટવડમાં ચોરી કરવા આવેલ ચોરને પકડતી પોલીસ

અમરેલી,
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામે દોઢેક માસ અગાઉ રાત્રીના સમયે ઘર-ફોડ ચોરી કરવાના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સોએ ફરિયાદી ઉપર હુમલો કરી નાસી ગયેલ જે અજાણ્યા શખ્સોને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી બાબરા પોલીસે ગુન્હો ડીટેકટ કર્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામે રહેતા ફરીયાદી મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી ઉ.વ.55 ધંધો.ખેતી રહે.ઉંટવડ તા.બાબરા જિ.અમરેલી વાળા તા.16/12/2022ના રાત્રીના આશરે એક વાગ્યાના અરસામાં વાડીએથી પોતાના ઘરે આવતા પોતાના મકાનની ડેલી આગળ ત્રણ અજાણ્યા ઇસમો ડેલીનું તાળુ તોડતા હોય, જેથી આ ફરિ.એ તેઓને બોલો ભાઇ બોલો તેમ કહી ટપારતા આ ત્રણેય ઇસમો એકદમ કાઇ પણ બોલ્યા વગર ફરિ. ઓળખે તે પહેલા એક ઇસમે લોખંડના પાઇપ વતી ફરિ.ના જમણા હાથે મારેલ અને સાથેના બે માણસોએ પકડવા પ્રયત્ન કરતા ઝપા-ઝપી થતા તે લોખંડના પાઇપ વતી.ફરિ.ને ઉપરા ઉપ (આડેધડ) ત્રણ ચાર ઘા માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી આ ત્રણેય અજાણ્યા આદિવાસી જેવા મજુર ઇસમો નાસી ગયેલ. જે અંગે મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી રહે.ઉંટવડ વાળાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં બાબરા પો.સ્ટે. ગુ.ર.નં, એ.11193 008220938/2022 આઇ.પી.સી. કલમ 325,323, 382, 454,457,511, 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજી. થયેલ.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહએ અમરેલી જિલ્લામાં બનતા ચોરી,લુંટ તથા મારા મારી જેવા ગંભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, તે મુજબ આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ, અમરેલીેનામાર્ગદર્શન નીચે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી આર.ડી.ચૌધરી તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા આ ગુન્હાના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ, શકદારોને ચેક કરવામાં આવેલ તેમજ ગુન્હા વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર/ફરિયાદીના સગા સબંધીઓની પુછપરછ કરી, આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ. આરોપીઓ ગુનાને અંજામ આપી. નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સી.સી.ટી.વી. ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ. આ ગુનો બનેલ તે વિસ્તારની તથા આજુ-બાજુના વિસ્તારની તમામ વાડીઓએ કામ કરતા મજુરોની પુછપરછ કરવામાં આવેલ અને બનાવના સમયે તેઓની હાજરી ક્યાં હતી તે અંગે તપાસ કરવામાં આવેલ. તપાસ દરમ્યાન સર્વેલન્સ ટીમે ટેકનીકલ સર્વેલન્સથી શકમંદ ઇસમોની ઉંટવડ તેમજ વાવડા ગામની સીમ વિસ્તારની વાડીઓમાં રહી ખેત મજુરી કામ કરતા ઇસમોની યુક્તી-પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા કરર્તા તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી. રવી સનઓફ સ્કુસિંગ ભાંગડાન્સિંગ મેહડા ઉ.વ.20 ધંધો – મજુરી રહે.ખનીઆંબા ગામ તા.કુકસી જિ.ધાર(સ્ઁ) હાલ રહે.ઉંટવડ ઘોહાભાઇ વાલજીભાઇ જનની વાડીયે તા.બાબરા જિ.અમરેલી (2) હિંન્દુ સન/ઓફ નગરસિંગ હિરાસિંગ મહેડા ઉ.વ.ર7 ધંધો – મજુરી રહે.તરસીંગા ગામ તા.કુકસી જિ.ધાર(સ્ઁ)હાલ રહે.ઉંટવડ જયસુખભાઇ રવજીભાઇ ખુંટની વાડીયે તા.બાબરા જિ.અમરેલી (3) ગોલુ સન/ઓફ જોગડીયા તેરસીંગ અનારે ઉ.વ.21 ધંધો – મજુરી રહે.તરસીંગા ગામ તા.કુકસી જિધાર (સ્ઁ) હાલ રહે.વાવડા ભાવેશભાઇ ઉર્ફે ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ભાયાણાની વાડીયે રહેતા હતા તેમને પકડી પાડી ગુન્હો ડીટેકટ કર્યો છે.