બાબરાના ઉંટવડમાં યુવતિનું ગળાફાંસો ખાઈ જતા મોત

અમરેલી,
બાબરા તાલુકાના ઉંટવડ ગામે પ્રવિણભાઈ ગોવિંદભાઈ પરમાર તથા તેના દિકરા કેવલને ઘેલા સોમનાથ મેળામાં જવાનું નકકી કરતા હોય જેથી દિકરી મિતલે મેળામા જવાની ના પાડતા ભાઈ બહેન વચ્ચે સામાન્ય બોલાચાલી થતા તે વાતનું મનદુખ રાખી મિતલબેન પ્રવિણભાઈ પરમાર ઉ.વ. 24 રૂમમા પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ જતા મૃૄત્યું નિપજયાનું પિતા પ્રવિણભાઈ ગોવિંદભાઈ પરમારે બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ