બાબરાના ઉંટવડ ગામ નજીક કાર ખાળીયામાં પલ્ટી જતાં એકનું મોત

અમરેલી, બાબરા તાલુકાના ઉંટવડ ગામ પાસે હાઇવે ઉપર રાજકોટના અપન એપાર્ટમેન્ટ મારૂતિનગર એરપોર્ટ રોડ ઉપર રહેતા શબ્બીર હુસેન કમરૂદીન લોટીયાએ પોતાની મારૂતિ વાન જી.જે. 3 સી.એ. 6174 પુર ઝડપે અને બે ફીકરાઇથી ચલાવી સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ખાળીયામાં પલ્ટી મરાવી દેતા કારમાં સાથે રહેલ પોતાના પત્નિને માથામાં ગંભીર ઇજયા પહોંચાડી મોત નિપજાવ્યાની ખોજેમાભાઇ લોટીયાએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલીથી નાના ભંડારીયા ગામે જતા પ્રૌઢનું બાઈક ખાળીયામાં પડી જતા મોત

અમરેલી,
મુંબઈ રહતા મુળ નાના ભાંડારીયા ગામના રવજીભાઈ કાનજીભાઈ નાસીત ઉ.વ.50 અમરેલી નાનાભાંડારીયા મિત્રોને મળવા બાઈક.નં.જી.જે14એ.સેી.6210લઈને જતા હતા. ત્યારે પુર ઝડપે અને બેફીકરાઈથી બાઈક ચલાવતા કાબુ ગુમાવતા બાઈક ખાળીયામાં પડી જતા ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાની તેમના પત્નિ લીલીબેન નસીતે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.