બાબરાના ઉંટવડ નજીક બાઇક ખાળીયામાં પડી જતા વૃધ્ધનુ મોત

અમરેલી,
બાબરા તાલુકાના ચરખા ગામના લવજીભાઇ પોપટભાઇ ધાનાણી ઉ.વ.70 પોતાનું હીરો ડિલકસ જીજે 14 એએચ 5652 લઇને ચરખાથી રાયપર ગામે જતા હોય તે સમયે ઉંટવડ ગામથી બે કિમી દુર ગોળાઇમાં બાઇકનો કાબુ ગુમાવતા સ્લીપ થઇ જતા બાઇક ખાડીયામાં પડતા માથામાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયાનું જયદીપભાઇ રમેશભાઇ ધાનાણીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.