બાબરાના કરીયાણામાં દેશી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા

અમરેલી,
બાબરા તાલુકાના કરીયાણા ગામે જાહેદશા ગુલાબશા શાહમદારને અમરેલી એસઓજી પો. કોન્સ. દિલીપ ભાઇ ખુંટે દેશી તમંચો રૂા.2000 ની કિંમતનો મુદામાલ સાથે ઝડપી પાડેલ.આ દેશી તમંચો રાજુ લક્ષ્મણભાઇ સતાપરાએ કોઇ લાયસન્સ ન હોવા છતા વેચાણ કરી ગુન્હો કરતા તેમને પણ ઝડપી પાડેલ.