બાબરાના કરીયાણામાં વૃધ્ધનું ઝેરી અસરથી મોત

  • વૃધ્ધનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું

અમરેલી, બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતા રઘુભાઇ બેચરભાઇ ગોહિલ ઉ.વ.82 પોતાના ખેતરે સવારમાં ઉઠતા મોઢામાં જીવડું અંદર જતા. કુંડી પાસે પડેલ ઝેરી દવાવાળી બોટલમાં પાણી ભરી કોગળા કરતા તેમને ઝેરી દવાની અસર થયેલ. જેમને સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પુત્ર રમેશભાઇ ગોહિલે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.