બાબરાના કારચાલક આશાસ્પદ યુવાનનું અકસ્માતે મોત

બાબરા,
બાબરામાં રાજકોટ પર વેગેનાર કાર અને ટ્રક અથડાતા કારચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ જ્યારે કારનો બુકડો બોલી ગયો હતો. બાબરામાં રાજકોટ રોડપર આજે બપોરે ના સમયે અહીં મારૂતિ હોટેલ નજીક વેગન આર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક બાબરા ના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા બાબરા પોલીસ ઘટના સ્થળે પહોચી અકસ્માત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત ના બનાવની પ્રાથમિક વિગત અનુસાર બાબરામાં રહેતા પાર્થ પિયુસભાઈ છાટબાર ઉવ 27 રાજકોટ તરફથી પોતાની કાર વેગન આર કાર જીજે3એમવી 7021 લઈ બાબરા આવી રહ્યા હતા ત્યારે અહીં મારુતિ હોટેલ નજીક અજાણ્યા ટ્રક સાથે અથડાય જતા જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર નો બુકડો બોલી ગયો હતો અને કાર ચાલક પાર્થ છાટબાર ઉવ 27 નું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઈ હતી.બાબરા પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી અકસ્માત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી .