બાબરાના કોટડાપીઠાથી ઉંટવડ વચ્ચે બાઇકનો કાબુ ગુમાવતા પ્રોૈઢનું મોત

અમરેલી, ગારીયાધાર તાલુકાના પાંચટોબરા ગામના હાલ સુરત રહેતા જયસુખભાઇ કરશનભાઇ ભાલાળા ઉ.વ.52 પોતાનું હોન્ડા બાઇક જીજે 14 એફ 0528 લઇને કોટડાપીઠા ગામે વેવાઇના ઘરે જતા હોય ત્યારે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવતા કોટડાપીઠાથી ઉંટવડ વચ્ચે ખોડીયાર નામના ભરડીયા નજીક વળાંકમાં બેકાબુ થતા સ્ટેરીંગનો કાબુ ગુમાવતા રોડની સાઇડમાં ઉતારી વીજપોલ સાથે ભટકાતા ગંભીર ઇજાઓ થવાથી મોત

અમરેલીનાં કેરીયા ચોકડી સર્કલ પાસે બે ફોરવ્હિલ વચ્ચે અકસ્માત

અમરેલી,
અમરેલી કેરીયા ચોકડી સર્કલ પાસે સુરત રહેતા મેહુલભાઇ મનસુખભાઇ બોઘરા ઉ.વ.28 ની ફોરવ્હિલ સાથે લાઠી તાલુકાના અડતાળા ગામના રાજેન્દ્રકુમાર રણજીતભાઇ વાળાએ પોતાની ટાટા નેનો જીજે 01 કેકયુ 8088 પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રોંગ સાઇડમાં જમણી બાજુ આવી ફોરવ્હિલ સાથે ભટકાવી રૂા.25 હજારનું નુકસાન કર્યાની અમરેલી રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.