બાબરાના ખાનપર ગામે જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા

  • એલસીબીએ રોકડ, 7 મોબાઇલ, 4 બાઇક મળી રૂ.1,68,000 નો મુદામાલ કબ્જે કર્યો 

અમરેલી,
બાબરા તાલુકાના ખાનપર ગામે વેલા પરશોતમ મકવાણાના મકાનમાં જુગાર રમતા હિમત પુના મકવાણા, વેલા પરશોતમ મકવાણા, પ્રવિણ બચુ ગઢવી, દિપક બાબુ વાવડિયા, ગોૈતમ બાબુ મેણીયા, રાયધન નાનજી ધરાજીયા, ખોડા રાજા સિધ્ધપરા પિન્ટુ બાબુ વાવડિયા, મનસુખ પોપટ શેખને અમરેલી એલ.સી.બી.ના પો.કોન્સ. અજયસિંહ ગોહિલે રોકડ રૂ. 47,100, 4 બાઇક રૂ. 1,00,000 તેમજ 7 મોબાઇલ રૂ.21,500 મળી કુલ રૂ.1,68,600ના મુદ્ામાલ સાથે ઝડપી પાડ્યા હતા.