બાબરાના ગણી ગામ પાસે ચૈતન્ય હનુમાનજી આશ્રમે ધુણામાંથી ખોપરી તથા હાડકા સળગેલ હાલતમાં મળ્યાં

અમરેલી,(ક્રાઇમ રીપોર્ટર)બાબરા તાલુકાના રાણપરથી ત્રણ કી.મી. દુર ગરણી રોડે આવેલ ચૈતન્ય હનુમાનજી આશ્રમે ધુણાવાળી જગ્યાના મકાનની અંદર સળગાવેલ રાખમાં ખોપરી તથા હાડકાઓ સળગેલ હાલતમાં હોય. જે માવન લાશના છે કે કેમ? તે કહી શકાય તેમ ન હોય જે અંગે રાણપરના સામાજીક કાર્યકર પરેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકીએ બાબરા પોલીસમાં જાહેર કરતા રાત્રીના સમયે તપાસ થઇ શકે તેમ ન હોવાથી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી કોર્ડન કરી આજે પોલીસ દ્વારા એફ.એસ.એલ, ડોગ સ્કોડ અને ફીંગર એક્પર્ટની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે.