બાબરાના ગરણીમાં વાડીએ રાતવાસો ગયેલ વૃધ્ધની હત્યાં

  • ગોડાઉનમાં પડેલ કપાસ અને મગફળી સળગાવી નાખ્યા : મૃતક આ શખ્સોને ઓળખી જતાં હત્યા કર્યાનું પ્રાથમિક તારણ : રૂપિયા પાંચ લાખનું નુકશાન 

અમરેલી,
બાબરા તાલુકાના ગરણી ગામે રહેતા પટેલ વૃધ્ધની હત્યા કરેલી લાશ મળી આવતા લોકો અને પોલીસ સ્થળ ઉપર દોડી ગયા હતા. અને મૃતક વૃધ્ધ કલાભાઇ માધાભાઇ કલકાણીના ગોડાઉનમાં કપાસ અને મગફળીમાં કોઇએ આગ લગાડી હતી. અને આ શખ્સોને મૃત ઓળખી જતાં હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જસદણથી ફાયરબ્રીગેડ આવીને આગને ઠારી હતી.
બાબરા તાલુકાના ગરણી ગામે રહેતા કલાભાઇ માધાભાઇ કલકાણી ઉ.વ. 75 તા. 22/12 ના પોતાની જીવાપર રોડ ઉપર આવેલ વાડિએ સુવા ગયેલ હતા. જેમને જીવાપર રોડ ઉપર 7 વીધા જમીન અને નડાળા ગામ જવાના જુના રસ્તે 40 વીધા જમીન આવેલ છે. જયસુખભાઇ કલાભાઇ કલકાણી અને તેમના પત્નિ શોભનાબેન જીવાપર રોડ ઉપર આવેલી વાડિમાં સવારે ગયેલ. અને વાડિમાં જોયુ તો પાછળના ભાગે પતરાના ગોડાઉનમાં કપાસ અને મગફળી ભરેલ હોય. ત્યા ધ્ાુમાડા નિકળતા હતા અને ત્યાં જઇ ને જોતા ગોડાઉનનું તાળુ તુટેલ હતું. અને દરવાજો ખુલ્લો હતો. અંદર આગ લાગેલ હતી બન્ને આગ ઠારવા પ્રયત્ન કરતા આગ વધારે હોવાથી ઠારી શકેલ નહીં. જેથી આગળ મારા બાપુજી સુતેલ હોય તે રૂમમાં આવતા ત્યાં મારા બાપુજી જોવામાં આવેલ નહીં. અને તે રૂમમાં મગફળી ભરેલ તેમાં પણ આગ લાગેલ હતી. જેથી અમો બન્ને મારા બાપુજીને શોધવા લાગતા અમારા મકાન આગળના ભાગે લીમડો તથા આંબલીના ઝાડ નીચે ઓટલા ઉપર પડેલ હતા. નાક તથા મોઢામાંથી લોહી નીકળતુ હતું. મારા બાપુજી કાંઇ બોલતા ન હતા. જેથી અમો પતિ – પત્નિ બાજુમાં વાડિના મકાને મારા મોટા બાપુજીના દિકરા ભાઇ પરશોતમભાઇ ને જગાડવા ગયેલ. તે દરમિયાન મારા કાકાના દિકરા જયસુખભાઇ રવજીભાઇ તથા મારા દિકરા મિલન ને ફોન કરી બોલાવેલ. અને લોકો આવી જતાં અમે જોયુ તો મારા બાપુજી મરણ ગયેલ હતા. અને ગોડાઉનમાં રાખેલ 200 મણ સીંગ તેમજ 200 મણ કપાસ તેમજ આગળના રૂમમાં 100 મણ સીંગ રાખેલ તેમા આગ લગાડી રૂા. 5 લાખનું નુકશાન કરી મારા પિતા કલાભાઇ માધાભાઇ કલકાણી ઉ.વ. 75 નું મારમારી મોત નિપજાવ્યાની પુત્ર જયસુખભાઇ કલાભાઇ કલકાણીએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પો.ઇન્સ. ડી.વી. પ્રસાદ ચલાવી રહયા છે.