બાબરાના ગરણી ગામે પટેલ વૃદ્ધની હત્યા કરી સળગાવી નાખતા ખળભળાટ

બાબરા તાલુકાના ગરણી ગામે આજે સવારે પટેલ વૃધ્ધની હત્યા કરી સળગાવી નાખેલી લાશ મળી આવતા લોકો અને પોલીસ સ્થળ પર દોડી ગયા છે ગરણી ગામના પટેલ વૃદ્ધ ના ગોડાઉનમાં કપાસ પડ્યો હતો આ કપાસ કોઈએ સળગાવી અને તેમાં આ પટેલ વૃધ્ધને નાખી મોત નિપજાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લોકોને જણાતા પોલીસને જાણ કરાઇ છે
આ કપાસ સળગાવી દેનાર ને ઓળખી જતા વૃદ્ધની હત્યા થઈ છે કે પછી ચોરી કે લૂંટના ઇરાદે આવેલા લોકોએ હત્યા કરી છે તેની તપાસ નો ધમધમાટ શરૂ થયો છે.