બાબરાના ગળકોટડીમાં મુખ્યમંત્રીના જન્મદિને વૃક્ષારોપણ કરાયું

  • ડો કાનાબાર ,શ્રી પી.પી. સોજીત્રા,સરપંચ શ્રી વાસુરભાઇ ચૌહાણની ઉપસ્થિતિ

બાબરા ,બાબરા તાલુકા ના ગળકોટડી ગામે હાઇવે રોડ પર આવેલ માતુશ્રી નાનીબેન શંભુભાઇ વામજા પ્રથમથી શાળા ખાતે રાજય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ પ્રસંગે વૂક્ષારોપાન નુ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ તકે પ્રદેશ ભાજપ ના અગ્રણી અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરતભાઇ કાનાબાર ,પી પી સોજીત્રા, તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ , મયુરભાઇ હીરપરા , જીલ્લા ભાજપ ના અગ્રણી ભુપેન્દ્રભાઇ બસીયા ,દિપકભાઇ વધાસીયા, સરપંચ વાસુરભાઇ ચોહાણ, બાબરા શહેર ભાજપ ના ઉપ પ્રમુખ દિપક કનૈયા, વિપુલભાઇ ભટ્ટી, તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ વિપુલભાઇ કાચેલા,જીવરાજભાઈ લાહર, યુવા ભાજપ ના અગ્રણી સંદીપભાઇ રાદડીયા , કીરીટભાઇ બગડા, સહીત શાળા ના આચાર્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વૂક્ષ રોપાણ કરી રાજય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ને જન્મ દિવસ અભિનંદન શુભેચ્છા પાઠવી.