બાબરાના ચમારડી ગામે બે ઇકો એમ્બ્યુલન્સમાં આવતા દસ ઉપર ગુનો દાખલ થયો : સાથે ત્રણ બાળકો પણ હતા

અમરેલી, ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્તરાયની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા તથા ડી.વાય.એસ.પી. આર.ડી.ઓઝા સીધા માર્ગદર્શન હેઠળ નવી રણનીતી ઘડાઇ છે અને તેના અંર્તગત બાબરા પો.સ્ટેના પો.ઇન્સ. પી.આર.વાઘેલાની સુચનાથી પો.સ.ઇન્સ. શ્રી વી.વી.પંડ્યા તથા સાથેના એ.એસ.આઇ. જે.બી.કંડોળીયા તથા હે.કો. બી.એ.પરમાર તથા એ.એસ.આઇ. એન.બી.સિંધવ તથા પો. કો. ભગીરથસિંહ લાલુભા તથા પો. કો. ભૈપાલસિંહ ભુપતસિંહ તથા પો.કો. તુષારભાઇ કિશોરભાઇએ ચમારડી બીટ વિસ્તારમાં તેમજ ખંભાળા ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન ચમારડી ગામે એક એમ્બ્યુલન્સ વાહન (ઇક્કો ગાડી) રજી નં.ય્વ-16-ઉ-6610 વાળી ગાડીમાં ડ્રાઇવર સહિત કુલ-05 પાંચ અને ખંભાળા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક એમ્બ્યુલન્સ વાહન (ઇક્કો ગાડી) રજી નં.ય્વ-05-છેં-6469 વાળી ગાડીમાં ડ્રાઇવર સહિત કુલ-05 તથા ત્રણ બાળકો ને ગેરકાયદેસર રીતે લવાઇ રહયા હોય શ્રી પંડયાએ કાંતીભાઇ અમરશીભાઇ દાફડા ઉ.વ. 32 રહે-ચમારડી, વિપુલભાઇ મગનભાઇ દાફડા ઉ.વ. 32 રહે-ચમારડી,દયાબેન વા/ઓ. કાંતીભાઇ દાફડા ઉ.વ. 26 રહે-ચમારડી, ચંપાબેન વા./ઓ. વિપુલભાઇ દાફડા ઉ.વ. 26 રહે- ચમારડી, કિરણભાઇ મનુભાઇ ખુમાણ ઉ.વ. 37 રહે-ભરુચ નર્મદા એપાર્ટમેન્ટ તા. જી. ભરુચ, દિલીપભાઇ ધીરુભાઇ પટેલ ઉ.વ. 52 રહે-સુરત, પંકજભાઇ ગોપાલભાઇ સોજીત્રા ઉ.વ. 32 રહે-સુરત,વિપુલબાઇ ગોપાલભાઇ સોજીત્રા ઉ.વ. 27 રહે-સુરત, સોનલબેન વા./ઓ. વિપુલભાઇ સોજીત્રા ઉ.વ. 29,ઇલાબેન વા./ઓ. પંકજભાઇ સોજીત્રા ઉ.વ. 30 રહે-સુરત ઉપર ગુનો દાખલ કરી બન્ને ઇકો કબજે કરી હતી.ચમારડીના રહીશ શ્રમિકો ભરુચ કામે ગયા હતા અને ત્યાથી પરત આવતા હતા તથા સુરતથી પણ મુળવતનીઓ પરત ચમારડીે આવતા હતા પોલીસે આ દસેયની ધરપકડ કરી અને તેને માંગવાપાળના શેલ્ટર હોમમાં કવોન્ટાઇન રહેવા માટે મોકલી આપ્યા હતા.